કાર ઉઠાવી જનાર બે શખ્સની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરવાનાહેયુમખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી કે, સમીર ચંદુભાઇ દરબાર સાથે સાર સબંધ હોય સમીરભાઇના નામ પર કાર ખરીદી હતી અને કારની લોનના હપ્તા તે ભરતા હતા. તેમજ વર્ષ 2016માં બહેનના ઓપરેશન માટે નાણાંની જરૂરીયાત ઉભી થતાં રૂા.60,000 વ્યાજે લીધા હતા. વ્યાજે લીધેલા નાણાં પરત ચૂકવી શકાતાં સમીર દરબાર અને મોઇન મલેક નામના શખ્સે ફરિયાદીને માર માર્યો હતો અને તેની કાર બળજબરીથી લઇ ગયા હતા. પોલીસે અંગે ગુનો દાખલ કરી સમીર દરબાર અને મોઇનની ધરપકડ કરી રિમાન્ડની માંગણી કરતાં રજૂઆત કરી હતી જ્યુ.મેજિ.એ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...