તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara રૂા.1 લાખની ખંડણી માગનાર નકલી પોલીસ સહિત 4ને રિમાન્ડ

રૂા.1 લાખની ખંડણી માગનાર નકલી પોલીસ સહિત 4ને રિમાન્ડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમે વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો તેમ જણાવી એક લાખની માંગણી કરી બળજબરીથી રૂા.29 હજાર કઢાવી લેવાના બનાવમાં સંડોવાયેલ ચાર નકલી પોલીસ અને પ્રેસ રિપોર્ટરના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તાંદલજા ભીમ તળાવ પાસેના વિન્સન એપાર્ટમેન્ટમાં રહેતાં આશા પાંડુરંગ પાટિલના ઘરે તા.3 સપ્ટેમ્બરે શખ્સ આવ્યા હતા. આ શખ્સોએ પોલીસ ડિપાર્ટમેન્ટના માણસો હોવાનું જણાવી તમે છોકરીઓ રાખી વેશ્યાવૃત્તિનો ધંધો કરો છો તેમ કહી ધમકી આપી પતાવટ માટ 1 લાખ માગ્યા હતા અને 29 હજાર પડાવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે પણ રૂપિયાની માગણી કરી હતી. સમીર પઠાણ નામના શખ્સે ટીપોઇ પર ચાકુ મકી સામાનમાં શોધખોળ કર્યા બાદ રૂપિયા નહિ મળતાં એલઇડી કાઢી લીધું હતું.

આ બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી સમીરખાન સલીમખાન પઠાણ, જૈમિલ જયેશ પટેલ આદિલખાન ઉર્ફે માયા અજીજ ખોખર અને એઝાજ અહેમદ શેખની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...