તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણી આવતાં લોકોમાં રોષ

નવાયાર્ડ વિસ્તારમાં દૂષિત પાણી આવતાં લોકોમાં રોષ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાયાર્ડ વિસ્તારમાં દુષિત પાણી આવતા સમગ્ર વિસ્તારમાં રોગચાળો વધુ વકરે તેવી દહેશત ફેલાઇ ગઇ છે. શહેરના નવાયાર્ડ નાળા પાસે મચ્છરોનો ઉપદ્રવ થતાં કોંગ્રેસના કાઉન્સિલર જહાં ભરવાડે ગુરુવારે ઉત્તર ઝોનના આસીસ્ટંટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરને સ્થળ પર બોલાવીને જાહેરમાં શાબ્દિક ઉધડો લીધો હતો. આ વિવાદ માંડ માંડ શમ્યો છે ત્યાં નવાયાર્ડ લાલપુરા અને ટીપી 13માં પીવાનુ પાણી ડહોળાવાળુ અને પીળાશ પડતું આવતા રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

રોગચાળો વધી રહ્યો છે ત્યારે સમગ્ર વિસ્તારમાં દુષિત પાણીના કારણે પેટમાં દુખાવાની ફરિયાદો પણ વધી હોવાનો આક્ષેપ કોંગી કાઉન્સિલરે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...