તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara આખરે ઉર્દૂ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરરની નિયુક્તિ કરાઈ

આખરે ઉર્દૂ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરરની નિયુક્તિ કરાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મ. સ. યુનિવર્સિટીમાં આવેલ આર્ટ્સ ફેકલ્ટીના ઉર્દૂ ડિપાર્ટમેન્ટમાં છાત્રાની છેડતી મામલે લેક્ચરરને બરતરફ કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ ડિપાર્ટમેન્ટને તાળાબંધી કરવામાં આવી હતી.યુનિ દ્વારા લેકચરરની પોસ્ટ માટે ચાર ઉમેદવારોના ઇન્ટર્વ્યૂ લેવામાં આવ્યા હતા.જેમાંથી આગ્રાના ડો.રહેમાનને લેકચરર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

ઉર્દૂ ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાને કારણે એક જ લેકચરર દ્વારા કામકાજ ચાલી રહ્યું હતું.મિડ સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીની છેડતી કરી હતી.જેને લઇને તપાસ સમિતિ દ્વારા ગણતરીના સમયમાં તપાસ પૂરી કર્યા બાદ પ્રોફેસરને ફરજ પરથી કાઢી મૂકાયા બાદ ડિપાર્ટમેન્ટની તાળાબંધી કરી હતી.ડિપાર્ટમેન્ટ દ્વારા લેકચરરની પોસ્ટ માટે જાહેરાત આપતાં ચાર લેકચરરના ઇન્ટર્વ્યૂ એક્સપર્ટ પેનલ દ્વારા લેવાયા હતા અને તેનો રિપોર્ટ સત્તાધીશોને સોંપાયો હતો. આખરે અલીગઢ યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી થયેલા મૂળ આગ્રાના ડો.અબ્દુલ રહેમાનની નિમણૂક કરવામાં આવી છે.નવરાત્રી વેકેશન બાદ તેઓ નિયમિત શરૂ કરેે તેવી શક્યતાઓ છે.

અન્ય સમાચારો પણ છે...