તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara બ્રેથ એનલાઇઝરના ચેકિંગમાં દારૂ પીધેલા 23 પકડાયા

બ્રેથ એનલાઇઝરના ચેકિંગમાં દારૂ પીધેલા 23 પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિને ધ્યાનમાં રાખી પોલીસે દારૂનો નશો કરીને ફરતા તત્વો પર સપાટો બોલાવ્યો છે. શહેરના 6 પીઆઇ, 21 પીએસઆઇ અને 222 પોલીસ કર્મચારીઓની ટીમે ગુરુવારે રાત્રે 10:30 થી 1 વાગ્યા સુધી રેલવે સ્ટેશન આઉટ ગેટ, અકોટા બ્રિજ ચાર રસ્તા, પાણીગેટ દરવાજા, માંડવી, ફતેપુરા ચાર રસ્તા, કાસમઆલા કબ્રસ્તાન તેમજ ફતેગંજ સર્કલ પાસે વાહન ચેકિંગ અને પ્રોહીબીશન ડ્રાઇવ કરી હતી. પોલીસે બ્રેથ એનલાઇઝરથી ચેકિંગ કરી દારૂ પીધેલા 23 લોકોને પકડી પાડી તેમની વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો જ્યારે 397 વાહનો ચેક કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...