તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara શહેરની સ્કૂલમાં સાઇબર સિક્યોરિટીની ટ્રેનિંગ અપાશે

શહેરની સ્કૂલમાં સાઇબર સિક્યોરિટીની ટ્રેનિંગ અપાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઈઆઈટી અને સાયબર સિક્યોરીટી એક્સપર્ટ્સ શહેરની અલગ અલગ સીબીએસઈ સ્કૂલોમાં ટ્રેઈનિંગ આપવા માટે આવશે. સ્કૂલોમાં યોજાનાર સેશનમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ ટીચર્સ અને પેરેન્ટ્સ સાયબર સિક્યોરીટીની જાણકારી આપશે. થોડા સમય પહેલાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એઝ્યુકેશને આ બાબતે એક નોટીફિકેશન બાહર પાડ્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે સ્કૂલોમાં અલગ અલગ મહિનામાં સાયબર સિક્યોરીટી વિષય પર વિદ્યાર્થીઓને ટ્રેઈનિંગ આપવામાં આવશે. જેમાં એક્સપર્ટ ભાગ લેનાર લોકોને સાયબર ક્રાઈમ અને સેફ્ટીની ટીપ્સ આપશે. આ સેશનની એ ખાસિયત હશે કે, જેમાં પેરેન્ટ્સ પણ ભાગ લઈ શકશે. જ્યારે પહેલાં એવું થતું નહોતું. આ મુદ્દા પર માત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓને ટ્રેઈનિંગ આપવામાં આવતી હતી. જ્યારે આ વખતે સ્ટુડન્ટ્સ સાથે પેરેન્ટ્સને પણ ભાગ લેવા દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

CBSE Update

અન્ય સમાચારો પણ છે...