તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હેરિટેજને ફક્ત બિલ્ડિંગ નહી મિલકત તરીકે જોવું જોઇએ

હેરિટેજને ફક્ત બિલ્ડિંગ નહી મિલકત તરીકે જોવું જોઇએ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે હેરિટેજ ટ્રસ્ટ અને લિન્ડે એન્જિનિયરિંગ પ્રા.લિ દ્વારા હેરિટેજ એટ રિસ્ક વિરાસત લેક્ચરનું આયોજન સોમવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં કન્ઝર્વેશન અને રિસ્ક મેનેજમેન્ટના કન્સલ્ટન્ટ ડો.રોહિત જિજ્ઞાસુએ હેરિટેજ વિશે ચર્ચા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સરકારને હેરિટેજ વિષે માર્ગદર્શન આપવું અને તેમાં સરકારનો સારો સપોર્ટ મળી રહ્યો છે. આપણા દેશની એ.એસ.આઇ સંસ્થા દ્વારા હેરિટેજ માટે સારી કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તેઓ હજુ પણ ઘણું સારું કરી શકે છે. તેના માટે ટ્રેડિશનલ ઘર બનાવવા અને મોન્યુમેન્ટ માટે લોકલ સરકારને, મ્યુન્સિપાલિટીને ટ્રેનિંગ આપવી જરૂરી છે.

તેઓએ વધુમાં ઉમેરતાં જણાવ્યું હતું કે, હેરિટેજને આવનારી જનરેશન માટે આપણે બચાવવું જોઈએ. હાલ હેરિટેજ માટે જે ડેવલોપમેન્ટ થઇ રહ્યું છે તેમાં આપણે ઘણું બધું હેરિટેજ ગુમાવી રહ્યાં છીએ. જૂની બિલ્ડિંગને તોડી મોલ અને હોટલ બનાવી ટુરિઝમને ડેવલોપ કરી રહ્યાં છીએ. પણ હેરિટેજ રહેશે તો ટુરિઝમ રહેશે. હેરિટેજને જો તોડવામાં આવશે તો આપણી આવનારી પેઢી હેરિટેજને કેવી રીતે જોઈ શકશે. આપણે જે સ્માર્ટ સિટી બનાવી રહ્યાં છીએ તે વેસ્ટર્ન ક્લચરના આધારે બનાવી રહ્યાં છીએ. જે સ્માર્ટ નથી. આપણે આપણા ક્લચર બેઝ્ડ સ્માર્ટ સિટી બનાવવાં જોઈએ. ઉલ્લેખનીય છે લોકોએ હેરિટેજને ફક્ત બિલ્ડિંગ તરીકે ન જોતાં મિલકત તરીકે જોવું જોઇએ અને તેને બચાવવા માટે પ્રયત્ન કરવો જોઇએ.

શહેરના એલવીપી બેન્કવેટ હોલ ખાતે “હેરીટેજ એટ રીસ્ક” વિષય પર ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...