તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara અંડર 14, અંડર 17 સ્પીડબોલમાં BHS ONGCની ટીમ વિજેતા થઇ

અંડર-14, અંડર-17 સ્પીડબોલમાં BHS-ONGCની ટીમ વિજેતા થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | શહેરમાં 18 ડિસ્ટ્રીક્ટના 530 વિદ્યાર્થીઓએ સ્પીડ બોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અંડર-14 અને અંડર-17 સ્પીડ બોલ ટુર્નામેન્ટનું સ્ટેટ લેવલે સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. તેમાં શહેરની બીએચએસ ઓએનજીસી સ્કૂલ સ્ટેટ લેવલે રમવા ગઇ હતી. આ સ્પર્ધામાં અંડર-17માં શુભમ માથુરે ડબલ્સમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ઉજ્જવલ રામીએ સોલોમાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો. દ્વિતીય સીંગલમાં હર્ષ તડવી અને રીલેય ટીમમાં નેત્ર શાહ અને ક્રિષ્ના ગુપ્તાએ દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો. રીલે ટીમમાં હર્ષિત કોટેચા તૃતીય ક્રમાંકે રહ્યા હતા. તેમજ અંડર-14માં સોલોમાં વિશ્વા પંડ્યાએ દ્વિતીય અને યશીકા પટેલે રીલે ટીમમાં તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...