• Gujarati News
  • ગુ. વાદોકાઇ કરાટે ડો. એસો. દ્વારા રાજયની 100થી વધુ શાળામાં કરાટેની તાલીમ અપાઇ

ગુ. વાદોકાઇ કરાટે ડો. એસો. દ્વારા રાજયની 100થી વધુ શાળામાં કરાટેની તાલીમ અપાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા }ગુજરાતવાદોકાઇ કરાટે ડો. એસો.ના સહયોગથી ગુજરાતની િવભિન્ન 100 થી વધારે શાળાઓની અંદાજે 1 લાખથી વધારે બાળાઓને કરાટે સ્વરક્ષણની ફ્રી તાલીમ આપવામાં આવેલ હતી. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામગનર, કચ્છ, વગેરે િજલ્લાની સ્કુલો, કોલેજમાં ભણતી બાળાઓ, ઘરકામ કરતી મહીલા- હોસ્ટેલમાં રહેતી કન્યા- બહેરા મુંગાની તેમજ આદર્શ િનવાસી શાળાઓની 1 લાખથી વધારે બહેનોને િસહાન રાજેશ અગ્રવાલ કે જેઓ વર્લ્ડ કરાટે ફેડરેશન દ્વારા 7 િડગ્રી, તેમજ એશિયન કરાટે ફેડરેશન દ્વારા કાતા અને કુમિતેના જજની પદવો ધરાવે છે. તેમના માર્ગદર્શનમાં તેમની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.