તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara સલીમની હત્યાનો આરોપી જામીન મેળવી ફરાર

સલીમની હત્યાનો આરોપી જામીન મેળવી ફરાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલીમ મસાણિયા હત્યા કેસમાં કાચા કામના કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં રહેલો આસિફ ઉર્ફે તીતલી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ જતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 2013ના સલીમ મસાણિયા હત્યા કેસમાં આસિફ ઉર્ફે તીતલી સલીમ શેખ(રહે, નવાબવાડા)ને સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. આસિફને ગત 20 ઓગસ્ટથી 18 સપ્ટેમ્બર સુધી 30 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવાનો હુકમ થતાં તેને મુક્ત કરાયો હતો. તેને 18 સપ્ટેમ્બરે જેલમાં હાજર થવાનું હતું પણ હાજર થવાના બદલે તે ફરાર થઇ ગયો હતો. આ મામલે જેલ સત્તાધીશોએ રાવપુરા પોલીસને જાણ કરતાં તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...