તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનું આકસ્મિક મોત

રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનું આકસ્મિક મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પાસે આવેલી ગુજરાત રિફાઇનરીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 52 વર્ષિય અાધેડ સાઇકલ પર પ્લાન્ટમાં હાજરી ભરવા જતાં રસ્તામાં એલ.પી.જી પ્લાન્ટ પાસે અચાનક આકસ્મિક રીતે પડી જતા હોસ્પિટલમાં લઇ જવાયા હતા.જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનોને સાથી કર્મીઓએ કંપનીના સત્તાધીશો સામે રોષ ઠાલવતાં હોબાળો મચાવ્યો હતો.

મૃતકના ભાઇ હસમુખ ઠાકોરના જણાવ્યા પ્રમાણે રમેશભાઇ રાવલ મરૂધર કન્સ્ટ્રક્શન કંપનીમાં છેલ્લાં 2 વર્ષથી પણ વધુ સમયથી કામ કરી રહ્યા હતા અને ગુજરાત રિફાઇનરીમાં સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા હતા.બુધવારે સવારે 9:30 વાગ્યે તેઓ સાઇકલ પર એલ.પી.જી કંટ્રોલ રૂમ ખાતે નોકરીમાં હાજરી માટે જઇ રહ્યા હતા.દરમિયાન એલ.પી.જી કંટ્રોલ રૂમ પહોંચતાં સાઇકલ પરથી આકસ્મિક રીતે પડી જતા બેભાન થઇ ગયા હતા.

પ્રાથમિક સારવાર માટે બેટરી એરિયામાંથી ડોક્ટર્સ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.સ્થળ પરથી રમેશભાઇને તાત્કાલિક રિફાઇનરીની હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં તેમને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા.બનાવની જાણ વાયુવેગે પ્રસરતાં ઘટના સ્થળ પર કંપનીના કર્મચારીઓનાં ટોળાં ઉમટી પડ્યાં હતાં.રમેશભાઇ રાવલ તેમની પત્ની અને ત્રણ સંતાનો સાથે કરચિયા ગામમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.તેમના મૃત્યુના સમાચારની જાણ થતાં તેમના પરિવારજનો અને ગામના સરપંચ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.તેમણે કંપનીના અધિકારી સામે રમેશભાઇના પરિવારજનોને યોગ્ય વળતર અને પરિવારમાંથી એક સભ્યને નોકરી આપવાની માંગ કરી હતી.

રમેશભાઇ રાવલ

અન્ય સમાચારો પણ છે...