• Gujarati News
  • National
  • બોડી બનાવી લેવાથી એક્ટર થઇ જવાતું નથી : આદિત્ય લાખિયા ઉર્ફે કચરા

બોડી બનાવી લેવાથી એક્ટર થઇ જવાતું નથી : આદિત્ય લાખિયા ઉર્ફે કચરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક્ટિંગ માટે 1989માં મુંબઈ ગયો હતો, ત્યારે મેં ફક્ત એક્ટિંગ કરવું છે, કે હીરો બનવું છે, તેવું રાખ્યું ન હતું. ફિલ્મ સબંધિત બધા જ કામ શીખવા પર ધ્યાન આપ્યું હતું. એક્ટિંગ, ડિરેક્શન, સ્ક્રિપ્ટિંગ, પ્રોડક્શન જેવા બધા જ કામ શીખવા હતા. જેથી મેં ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું. જેથી ઘણી હિટ ફિલ્મોમાં મને એક્ટિંગ માટે પણ રોલ મળ્યા. તમે જો ડિરેક્શનમાં સ્ક્રીપ્ટિંગ, પ્રોડક્શનમાં કામ કર્યું હશે તો તમારામાં આપ મેળે ડાયલોગ વાઇસ ઈમોશન્સ ઉદ્ભવશે, તમે તેને એક્ટિંગના માધ્યમથી બતાવી શકશો. તમે એક્ટર બનવા ઇચ્છો ત્યારે ફક્ત ફિગર બનાવવાની પાછળ ના જવું જોઈએ. તેમ શહેરના નાઇટ્રે સ્કૂલ ઓફ સિને એકટિંગના વર્કશોપના કાર્યક્રમમાં શહેરના મહેમાન બનેલા હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટર, પ્રોડ્યુસર આદિત્ય લખિયાએ જણાવ્યું હતું.

City Celebrity

અન્ય સમાચારો પણ છે...