• Gujarati News
  • National
  • કેબલ ગ્રાહકોને ખેંચવાની હોડમાં ગેંગવોરનાં એંધાણ

કેબલ ગ્રાહકોને ખેંચવાની હોડમાં ગેંગવોરનાં એંધાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેનઅને સિટી કેબલના સંચાલકો વચ્ચે ગ્રાહકોને ખેંચવાની હૂંસાતુંસીમાં નામચીન અજ્જુ સિંધી સહિત ચાર શખ્સો 116 ગ્રાહકોનાં સેટટોપ બોક્સ લઇ જતાં મામલો વાડી પોલીસમાં પહોંચ્યો હતો. સેટટોપ બોક્સ બળજબરીથી કઢાવી લેવાના મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. અલબત્ત, કેબલ ગ્રાહકોના મુદ્દે ગેંગવોરનાં એંધાણ સર્જાયાં છે.

વાડીના રસીદ ઉર્ફે ભૂરાભાઇ અહેમદમિયાં શેખ ડેન ડિજિટલ કંપની સાથે જોડાયેલા છે અને અસ્પાક વર્લ્ડ કોમ્યુનિકેશન કેબલ કનેકશનનો ધંધો કરે છે. બીજી તરફ સિટી કેબલનો પીન્ટુ ઉર્ફે કાલિયો, અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ મહંમદભાઇ સિંધી, સરફરાઝ મનસુરી અને માલેકુળ ઉસ્તર અકબર અત્તરવાલાએ રસીદ ઉર્ફે ભૂરાે 116 ગ્રાહકોનાં સેટટોપ બોકસ લઇ ગયાની ફરિયાદ નોંધાઇ હતી.

અજ્જુ સિંધી સહિત 4 શખ્સો 116 ગ્રાહકોનાં સેટટોપ બોક્સ લઇ ગયાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...