તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પીડિતા મદદ માગશે તો કેનેડા જઇશું સાક્ષીઓને રક્ષણ પણ પૂરું પાડીશું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પીડિતા મદદ માગશે તો કેનેડા જઇશું સાક્ષીઓને રક્ષણ પણ પૂરું પાડીશું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા

ભવાની સેના તૈયાર : ભોમનાથ

ભોમનાથે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હું પણ હરિપ્રસાદ સ્વામી સાથે જોડાયેલો હતો. મને પણ અનેક સ્વપ્ન દેખાડ્યાં હતાં. વિજય ખન્ના કેસમાં હું પણ આરોપી હતો. ખન્નાએ સીડી બનાવી હતી. તેનું મર્ડર થયું ત્યારે હરિપ્રસાદ સાડા આઠ મહિના વોન્ટેડ હતા. કેસમાં અમે નિર્દોષ હતા છતાં હરિપ્રસાદે પોલીસ અને બખિયા સાથે મિલીભગત કરી અમારું એન્કાઉન્ટર કરાવવા માટે પ્રયાસ કર્યા હતા. કેવડિયા કોલોની, અંધેરી, ધંધુકા, રાજકોટ તેમજ જૂનાગઢમાં પણ અમારા એન્કાઉન્ટરની કોશિશ થઇ હતી પરંતુ અમે બચી ગયા હતા.

સાંકરદામાં સ્વામીનું ખૂન, સુરતના બિલ્ડરને પાવાગઢ પરથી ફેંકી હત્યા સહિતના કેસોની તલસ્પર્શી તપાસ થાય તો તેનો રેલો સોખડા સુધી પહોંચે તેવો પણ આક્ષેપ કર્યો હતો. દુષ્કર્મ કરનાર સુજ્ઞેય સ્વામીને હરિપ્રસાદે અમદાવાદમાં સંતાડીને રાખ્યો છે. પીડિતા અમારી મદદ માગશે તો અમે તેને શોધવામાં મદદ કરવા ઉપરાંત પોલીસ ફરિયાદ કરવાની પણ અમારી તૈયારી છીએ. તેવું પણ ભોમનાથે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો