તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્યમાં 328 સ્થળે ITનું સર્ચ, 148 કરોડનું કાળું નાણું ઝડપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં 328 સ્થળે ITનું સર્ચ, 148 કરોડનું કાળું નાણું ઝડપાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નોટબંધી બાદ બેન્કોમાં રૂ. 2 લાખથી વધુ રોકડ જમા કરાવવાની છૂટ આપી હતી અને મર્યાદા કરતાં વધુ રકમ જમા કરાવી હોય તેવા ખાતેદારો અંગે તમામ બેન્કો પાસેથી વિગતો અને માહિતી મંગાવાઈ હતી. પ્રકારે મોટી રકમ જમા કરવાઈ હોય તેવા શંકાસ્પદ વ્યવહારોના ખાતેદારોને ઈ-મેઈલકરીને સ્પષ્ટતા મંગાવાઈ હતી. જે ખાતેદારોએ સંતોષકારક ખુલાસા કર્યા હોય તેવા કિસ્સાને બાદ કરતાં જે ખાતેદારોએ સ્પષ્ટતા કરી નહોતી તેવા કિસ્સામાં આઈ.ટી. વિભાગે સર્ચ અને સરવે હાથ ધર્યા હતો.

આઈ.ટી. વિભાગે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ ,સુરત, વડોદરા, પાટણ, મહેસાણા, સહિત વિવિધ શહેરમાં 328 સ્થળે સર્ચ અને સરવે હાથ ધર્યો છે અને અત્યાર સુધીમાં રૂ. 148 કરોડનું કાળુ નાણું ઝડપી પાડ્યું છે.રાજ્યભરમાં શંકાસ્પદ વ્યવહારો જોવા મળ્યા હોય તેવા બિલ્ડરો, પેટ્રોલ પંપના સંચાલકો, જ્વેલર્સ, એન્ટ્રી ઓપરેટરો આવકવેરાની ઝપટમાં આવ્યા હતા. રાજ્યભરમાં ઈન્કમટેક્સ વિભાગની ઈન્વેસ્ટિગેશન વિંગે 77 સ્થળે સરવે કરાયો હતો. અમદાવાદમાં 90 સ્થળે સર્ચ અને સરવે કરાયો છે. વડોદરામાં 45 સ્થળે અને રાજકોટમાં 61 સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું.સુરતમાં 50 સ્થળે આઈ.ટી. વિભાગના અધિકારીઓ ત્રાટક્યા હતા. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં 67 પેટ્રોલ પંપના સંચાલકો આવકવેરાની ઝપટમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં હાથ ધરાયેલ શ્રેણીબદ્ધ સર્ચ, સરવે અને દરોડામાં રૂ. 148 કરોડની બિનહિસાબી આવક- બ્લેક મની ઝડપાયું છે.

15 દિવસમાં આવકવેરા વિભાગનો સપાટો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો