તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઉભરાટની સભામાં અફીણ ગાંજો લઈ જવાયો હોવાનો પણ આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉભરાટની સભામાં અફીણ-ગાંજો લઈ જવાયો હોવાનો પણ આક્ષેપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા

ભવાની સેના તૈયાર : ભોમનાથ

ભોમનાથે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં હું પણ હરિપ્રસાદ સ્વામી સાથે જોડાયેલો હતો. મને પણ અનેક સ્વપ્ન દેખાડ્યાં હતાં. વિજય ખન્ના કેસમાં હું પણ આરોપી હતો. ખન્નાએ સીડી બનાવી હતી. તેનું મર્ડર થયું ત્યારે હરિપ્રસાદ સાડા આઠ મહિના વોન્ટેડ હતા. કેસમાં અમે નિર્દોષ હતા છતાં હરિપ્રસાદે પોલીસ અને બખિયા સાથે મિલીભગત કરી અમારું એન્કાઉન્ટર કરાવવા માટે પ્રયાસ કર્યા હતા. કેવડિયા કોલોની, અંધેરી, ધંધુકા, રાજકોટ તેમજ જૂનાગઢમાં પણ અમારા એન્કાઉન્ટરની કોશિશ થઇ હતી પરંતુ અમે બચી ગયા હતા.

સાંકરદામાં સ્વામીનું ખૂન, સુરતના બિલ્ડરને પાવાગઢ પરથી ફેંકી હત્યા સહિતના કેસોની તલસ્પર્શી તપાસ થાય તો તેનો રેલો સોખડા સુધી પહોંચે તેવો પણ આક્ષેપ કર્યો હતો. દુષ્કર્મ કરનાર સુજ્ઞેય સ્વામીને હરિપ્રસાદે અમદાવાદમાં સંતાડીને રાખ્યો છે. પીડિતા અમારી મદદ માગશે તો અમે તેને શોધવામાં મદદ કરવા ઉપરાંત પોલીસ ફરિયાદ કરવાની પણ અમારી તૈયારી છીએ. તેવું પણ ભોમનાથે ઉમેર્યું હતું.

હરિપ્રસાદ સાથે ફિલ્મ પણ બનાવી હતી

હરિપ્રસાદ સાથે ‘ભકત ડાકુ જોબન પગી’ ફિલ્મ પણ બનાવી હોવાનું કહેતાં ભોમનાથે જણાવ્યું કે, િફલ્મના ફક્ત બે પાર્ટ પૂરા થયા હતા. શૂટિંગ દરમિયાન તેમના 2 ઘોડા પણ મરી ગયા હતા. અા ફિલ્મમાં હરિપ્રસાદ સહજાનંદ સ્વામીનો રોલ કરતા હતા જ્યારે હું ડાકુ બન્યો હતો.

આક્ષેપ કરનારને

ઓળખતો નથી : સ્વામી

એન્કાઉન્ટરની ભીતિથી ચૂપ રહ્યાે : ભોમનાથ

હરિધામ સોખડાના અગ્રણી સંત ત્યાગ વલ્લભ સ્વામીના ભોમનાથે કરેલા આક્ષેપો અંગે પ્રતિભાવ પૂછતાં તેમણે આક્ષેપ કરનાર વ્યક્તિને હું ઓળખતો નથી અેટલે કાંઇ કહી શકું તેમ નથી તેમજ બાબત પણ ધ્યાનમાં હોવાનું કહ્યું હતું. હરિપ્રસાદ સ્વામીનો હાલ સંપર્ક થઇ શકે તેમ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જ્યારે સુજ્ઞેય સ્વામી ઉર્ફે નીલકંઠ પટેલ અમદાવાદની સંસ્થામાં છુપાયો છે કે કેમ તે અંગે ત્યાગ વલ્લભ સ્વામીએ ધરાર ઇનકાર કરી તેનો સંસ્થા સાથે કોઇ સંપર્ક હોવાનું કહ્યું હતું.

અખિલ ભારતીય જય ભવાની સેનાના અધ્યક્ષ ભોમનાથે વધુ એક આક્ષેપમાં કહ્યું કે, વિજય ખન્નાએ સીડી બનાવી હતી. ખન્નાના મર્ડર કેસમાં ભોમનાથ પણ આરોપી હતા અને નિર્દોષ છૂટ્યા હતા. જોકે, તેમજ પોલીસ અધિકારીઓ સાથે મેળાપીપણામાં એન્કાઉન્ટર કરાવવાના પણ પ્રયાસ કર્યા હોવાથી જે -તે સમયે તેમણે મૌન સેવ્યું હતું પરંતુ હાલ સોખડાના સાધુની પાપલીલા બહાર આવતાં તેમણે મોઢું ખોલ્યું હોવાનું પણ જણાવ્યું છે.

પીડિતા મદદ માગશે તો કેનેડા પણ જઇશું : સાક્ષીઓને રક્ષણ પણ પૂરું પાડીશું

સોખડાના હરિપ્રસાદ સ્વામીને ભોમનાથનો ખુલ્લાં શસ્ત્રો સાથે પડકાર

વડોદરા | ભોમનાથેકહ્યું કે હરિપ્રસાદ સ્વામીનાં 96 દેશોમાં મંદિરો આવેલાં છે. બાપ્સનાં મંદિરો અને શિષ્યોથી વધારે સંખ્યાબળ કરવા માટે રીતસરની હોડ લગાવી છે. એકવાર ઉભરાટની સભામાં ગયો હતો. 2000 જેટલાં સાધુ- સાધ્વીઓ અહિથી 50 ટ્રક સામાન સાથે ગયાં હતાં. અગ્નિપથ ફિલ્મમાં માંડવા જેવો સમિયાણો ઉભો કર્યો હતો. સાધુઓ મંડપમાં અફીણ અને ગાંજો છુપાવીને લઇ ગયા હતાં અને ત્યાં રેતીમાં દાટી દીધું હતું. તેના બદલામાં રેતીમાં દાટેલાં સ્મગલિંગનાંં સોનાના બિસ્કટોને લઇ આવ્યા હતાં. વિદ્યાનગરમાં તેમની સાબુ અને મીણબત્તીની ફેક્ટરી હોઇ સોનાને તેમાં સીલ કરી સ્મગલિંગ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

શહેરમાં ભવાની સેનાને શરૂ કરનારા ભોમનાથે હાથમાં હથિયાર ઉઠાવી પીડિતાને ન્યાય અપાવવા તૈયારી બતાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો