તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ધો.12માં આંકડાશાસ્ત્ર અને રસાયણનું પેપર સરળ રહ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12માં આંકડાશાસ્ત્ર અને રસાયણનું પેપર સરળ રહ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરીક્ષામાં બેભાન થતાં વિદ્યાર્થિનીને સારવાર

રસાયણ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને મૂંઝવણ

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ગુજરાતમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી પરીક્ષામાં ધો.10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રશ્નપત્રમાં પાંચ માર્ક્સનો પેપર સેટર ટ્વીસ્ટ કરીને પૂછતાં અને તેનો જવાબ લખવામાં વિદ્યાર્થીઓને ભારે સમય વેડફાતા વિદ્યાર્થીઓમાં નારાજગી છવાઇ ગઇ હતી. તો બીજીબાજુ ધો.12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને ધો.12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓની ધારણાં કરતાં પ્રમાણમાં સરળ નીકળતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભારે હાશકારો અનુભવ્યો હતો.

આજે પરીક્ષાના બીજા પ્રશ્નપત્રમાં ધો.10માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું પ્રશ્નપત્ર હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રશ્નપત્રમાં 471110 વિદ્યાર્થીઓ પૈકી 46393 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે 717 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

માઇ સાનેન શાળામાં આજે ધો. 12ની પરીક્ષામાં પેપર દરમિયાન બાથરૂમ જવા ગયેલી વિદ્યાર્થિનીને ગભરામણ થઇ ચક્કર આવતાં બેભાન થઈ હતી. તેને સારવાર માટે તેના કઝિન ભાઇ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ધો.10ના 46393 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, 717 ગેરહાજર રહ્યા

ધો.10ના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 5 માર્ક્સના પ્રશ્ને પરીક્ષાર્થીઓ મૂંઝાયા

ધો.12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાનમાં પાર્ટ-એના માર્ક્સના પ્રશ્નો સામાન્ય અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં મૂંઝવ્યા હતા. વિષય નિષ્ણાંત અખિલેશ શર્માએ જણાવ્યું હતું કે, પ્રશ્નપત્ર તમામ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બેલેન્સ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો