તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • BEમાં નાપાસ થતાં બહેનની ઓઢણીથી ગળાફાંસો ખાધો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BEમાં નાપાસ થતાં બહેનની ઓઢણીથી ગળાફાંસો ખાધો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પારુલયુનિવર્સિટીના બી.ઇ. મિકેનિકલના છેલ્લા વર્ષમાં ભણતા વિનાયક ત્રિવેદીએ સાતમા સેમેસ્ટરમાં બે વિષયમાં નાપાસ થતાં રિએસેસમેન્ટનું પરિણામ આવે તે અગાઉ ગઇકાલે રાત્રે સ્ટડી રૂમમાં પંખા સાથે બહેનની ઓઢણી વડે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી નાંખી હતી. મૃતકના પિતા મુજબ ભણવામાં હોશિયાર પુત્ર જીવનમાં પહેલી વખત નપાસ થતાં ડિપ્રેશનમાં રહેતો હતો. તેની ઈચ્છા શિક્ષક થઈ લોકોને જ્ઞાન આપવાની હતી.

સમતા પાયલ પાર્કમાં રહેતા વિનોદભાઇ ત્રિવેદીનાં ત્રણ સંતાનો પૈકી પુત્રી નોકરી કરે છે, બે પુત્રો પૈકી મોટો પુત્ર વિનાયક ભણવામાં હોશિયાર હોવાથી બી.ઇ. મિકેનિકલ કરતો હતો. ધો.10માં 91 ટકા લાવનાર વિનાયકને આગળ એમ.ઇ.કરીને શિક્ષક થવું હતું. પરંતુ તેના ફેવરિટ વિષય મશીન ડિઝાઇન અને ઓપરેશન રિસર્ચ વિષયમાં સાતમા સેમેસ્ટરમાં નાપાસ થયો હતો. જેથી તેને આગળ એમ.ઇમાં એડમિશન નહીં મળે તે ડરથી ડિપ્રેસ રહેતો હતો. ગઇકાલે વિનાયક (ઉ.વ.22) રાત્રે જમવા માટે માતા મીનાબહેને િવનાયકને રૂમમાંથી બાેલાવતાં કોઇ અવાજ આવ્યો નહોતો. અઘટિતની શંકાથી ગભરાયેલાં મીનાબહેને પાડોશી અને પતિને બોલાવ્યા હતા. રૂમનો દરવાજો તોડીને જોતાં પંખા સાથે પુત્રને લટકતો જોઇ પરિવાર સ્તબ્ધ થયો હતો. લક્ષ્મીપુરા પોલીસે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

વિનાયકની બહેન નિશા ત્રિવેદીએ જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓએ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંંગ કરવું જોઇએ. જેથી નાપાસ થનાર વિદ્યાર્થી ખોટા માર્ગે જાય નહીં. વિનાયકના પિતાએ યુનિ.માં એચએાડીને અંગે મળવા જવાનું ઉમેર્યું હતું.

બે વિષયમાં નાપાસ થતાં પારુલના વિદ્યાર્થીએ અંતિમ પગલું ભર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો