તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરાની છાત્રા સહિત દારૂની મહેફિલ માણતાં 14 પકડાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાની છાત્રા સહિત દારૂની મહેફિલ માણતાં 14 પકડાયાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્યામ સહજ એપાર્ટમેન્ટના 5મા માળે આવેલા ફલેટમાં છોકરા-છોકરીઓ દારૂની મહેફિલ કરી રહ્યા હોવા અંગે ગુરુવારે રાતે 12.46 વાગ્યે સ્થાનિક રહીશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. સંદેશાના આધારે સેટેલાઈટ પીઆઈ એમ.યુ.મસી સ્ટાફ સાથે પહોંચ્યા હતા અને જોયું તો ફલેટના રૂમમાં ગોળ કુંડાળું વળીને છોકરા- છોકરીઓ દારૂ પી રહ્યા હતા. ફલેટમાં તપાસ કરતાં 9 છોકરા અને 5 છોકરીઓ મળીને કુલ 14 જણાં દારૂ પીતા પકડાયા હતા.

તમામની પૂછપરછ કરતા તેઓ સેપ્ટ યુનિર્વસિટીમાં પહેલા-બીજા અને ચોથા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વડોદરાની એક વિદ્યાર્થિનીનો કોર્સ પૂરો કરીને વડોદરા જઇ રહી હોવાથી તેની ફેરવેલ યોજવામાં આવી હતી. જેમાં તેની એક બહેનપણીએ બૂટલેગર પાસેથી બ્લેન્ડર પ્રાઈડ અલ્ટ્રા પ્રિમીયમ વીસ્કીની 3 બોટલ મંગાવી હતી. વધુમાં તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વડોદરાની યુવતી એનઆરઆઈ માતા-પિતાના દીકરા સાથે ફલેટમાં રહેતી હતી.

જ્યારે અન્ય છોકરા-છોકરીઓના માતા-પિતા અમદાવાદમાં રહેતા હોવાથી તેઓ સંતાનોને જામીન ઉપર છોડાવવા સેટેલાઈટ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. જો કે સેપ્ટના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જેમ બને તેમ જલ્દી જામીન ઉપર છોડી દેવા કેટલાક ઉપરી અધિકારીઓએ પણ અમદાવાદના સેટેલાઈટ પોલીસને ભલામણ કરી હતી. તેમ છતાં પોલીસે તેમને 16 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા અને શુક્રવારે બપોરે 4 વાગ્યે કોર્ટમાં રજૂ કર્યા હતા.

ફેરવેલની મહેફિલમાં વીસ્કીની બોટલો કોણ આપી ગયું હતું તેની તપાસ કરવામાં અાવશે

^જે છોકરીએ દારૂની જવાબદારી લીધી હતી તે શરૂઆતમાં પોલીસને એવું કહેતી હતી કે તેના કાકા પરમીટ ધરાવતા હોવાથી તેમની પરમીટ ઉપર દારૂ લાવ્યા હતા. ત્યારબાદ એવું જણાવ્યું હતું કે હોમ ડિલિવરી વાળા બૂટલેગર પાસે દારૂ મંગાવતા તે આપી ગયો હતો. જો કે યુવતી ગોળ-ગોળ વાતો કરી રહી હોવાથી ખરેખર દારૂ ક્યાંથી લાવ્યા તેની તપાસ કરીશું. > જી.એન.વાઘેલા,પીએસઆઈ,સેટેલાઈટપોલીસ સ્ટેશન

ફલેટની સામે પાનના ગલ્લે બાયટિંગનો સામાન લેવા ગયા હોવાથી ભાંડો ફૂટ્યો હતો

મહેફિલમાટે લોકો શ્યામ સહજ એપાર્ટમેન્ટની સામે આવે પાન પાર્લરમાંથી ગ્લાસ, પાણીની બોટલ, સોડાની બોટલ તેમજ બાયટીંગ માટે નમકીનના પડીકા લીધા હતા. સમયે સોસાયટીના કેટલાક લોકો પાર્લર ઉપર હાજર હોવાથી તેમને પાર્ટીનો અણસાર આવી ગયો હતો. જેથી પાર્ટી શરુ થઇ અને બરાબર રંગ જામ્યો ત્યારબાદ તે રહીશોએ પોલીસને ફોન કરીને પાર્ટી પકડાવી હતી.

વડોદરાની યુવતીનો કોર્સ પતી જતાં તેની ફેરવેલ ઉજવવા માટે 9 યુવક અને 5 યુવતીઓ મળી 14 ભેગાં થયાં હતાં

અમદાવાદના સેટેલાઈટ િવસ્તારના શ્યામ સહજ એપાર્ટમેન્ટમાં ગુરુવારે રાતે પોલીસનો દરોડો

અમદાવાદના સોલામાં 17 જુગારી અને દારૂની 259 બોટલ સાથે ચાર પકડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો