તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વડોદરા |વડોદરા જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા |વડોદરા જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા |વડોદરા જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં ચૂંટાયેલા તેમજ બિનહરિફ વિજેતા થયેલા ક્ષત્રિય-રાજપૂત સમાજના સરપંચોનું સન્માન કરવાના કાર્યક્રમનું રવિવાર તા.19 માર્ચે વડોદરામાં આયોજન કરાયું છે.વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી મહેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય-રાજપૂત સમાજની સંસ્થા દ્વારા સમાજની એક્તા માટે તેમજ સમાજના ઉત્થાન અને વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ-કાર્યક્રમો અવારનવાર યોજવામાં આવે છે. જે અંતર્ગત સમુહ લગ્નોત્સવ, વિદ્યાર્થીઓને પુસ્તકો-નોટબુક્સનું વિતરણ, મહારાણા પ્રતાપ જન્મજયંતિની ઉજવણી તેમજ સમાજનું વાર્ષિક સંમેલન સહિતના કાર્યક્રમોનું આયોજન સમાજના વિકાસ માટે થઇ રહ્યું છે.સમાજની એક્તાને ધ્યાનમાં રાખી રવિવાર તા.19 માર્ચના રોજ વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટાયેલા-બિનહરિફ વિજેતા થયેલા ક્ષત્રિય રાજપૂત સમાજના સરપંચોનું સન્માન કરવામાં આવશે. રવિવાર બપોરે 3 કલાકે વડોદરામાં જલારામ મંદિર, માંજલપુર ખાતે પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમાની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં ક્ષત્રિય-રાજપૂત સમાજના 55 થી વધુ સરપંચોનું સન્માન-બહુમાન કરાશે. પુરુષ સરપંચોને તિલક કરી સાફો પહેરાવી સ્મૃતિ ચિહ્ન એનાયત કરાશે. જ્યારે મહિલા સરપંચોનું શાલ ઓઢાડી સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરાશે.

નવા ચૂંટાયેલા ક્ષત્રિય-રાજપૂત

સમાજના સરપંચોનું સન્માન કરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો