તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લીંબુનો ભાવ40થી80 સુધી અને પરવરનો ભાવ રૂા.100ની સપાટીએ પહોંચતાં બજેટ ખોરવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબુનો ભાવ40થી80 સુધી અને પરવરનો ભાવ રૂા.100ની સપાટીએ પહોંચતાં બજેટ ખોરવાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હોળીપર્વ બાદ ઠંડીની વિદાય સાથે દિવસે દિવસે ગરમીનો પારો ઊંચો જતો હોઇ ઉનાળો વર્તાવો શરૂ થયો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતાઓ વચ્ચે ઉનાળાના આગમનની સૌથી પહેલી અસર શાકભાજી બજાર પર પડી છે. જેના પગલે શાકભાજીના ભાવમાં ઉછાળો આવતાં પરવરનો પ્રતિ કિ.ગ્રા.નો ભાવ રૂા.100ની સપાટીએ પહોંચ્યો છે. જેથી આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં અંદાજે 50 ટકાનો વધારો થાય તેવી શક્યતા છે.

શિયાળુ શાકભાજીનું છેલ્લું ઉત્પાદન હાલ ઓછા ભાવ સાથે બજારમાં આવી રહ્યું છે. જેથી હાલ વડોદરાના ખંડેરાવ માર્કેટના પાંચ શેરી બજારમાં મોટાભાગનું શાકભાજી પ્રતિ કિ.ગ્રા.રૂા.20 થી 30 ના ભાવે વેચાઇ રહ્યું છે. પરંતુ હોળી પ‌ર્વ બાદ ઉનાળાની ગરમી વર્તાવા લાગતાં શાકભાજીના ભાવ વધવા લાગ્યા છે.

આગામી એક અઠવાડિયામાં ગરમીના પ્રભુત્વ સાથે ઉનાળાની જમાવટ થાય તેવા અણસાર છે. સંજોગોમાં શાકભાજીના ભાવમાં અઠવાડિયા બાદ વધારો જોવા મળે તેવી શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત થઇ છે. જેથી ઉનાળાના આગામી 3 મહિના ગૃહિણીઓને મોંઘા ભાવની શાકભાજી ખરીદી કરવી પડશે. એટલું નહીં શાકભાજીનો ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ જશે નક્કી છે.

ઉનાળાની ગરમીની શરૂઆત સાથે શાકભાજી બજારમાં ભાવવધારાની સૌથી પહેલી અસર પરવર પર વર્તાઇ છે. પરવરનો ભાવ પ્રતિ કિ.ગ્રા.રૂા.60 થી વધીને રૂા.100 ની સપાટીએ પહોંચ્યો છે. જ્યારે લીંબુનો ભાવ રૂા.40 થી વધી રૂા.60 થી 80 સુધીનો થયો છે. ઉપરાંત ભીંડાનો ભાવ પણ પ્રતિ કિ.ગ્રા.રૂા.30 થી વધીને રૂા.50 થયો છે.

ગરમી વધતાં શાકભાજીના ભાવમાં ઉછાળો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો