તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે લારીધારકોની આંબેડકર સર્કલથી પાલિકા સુધી મહારેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે લારીધારકોની આંબેડકર સર્કલથી પાલિકા સુધી મહારેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનારોડ-ફૂટપાથને લારીગલ્લામુક્ત બનાવવા માટે પાલિકાના અભિયાનની સામે લારીગલ્લા- ધારકોએ વિરોધ નોંધાવીને શનિવારે મહારેલી કાઢવાનું એલાન આપ્યું છે. એટલું નહીં, અચ્છે દિન કે સપને દિખાયે, ગરીબો કે ઔર બૂરે દિન ગયે જેવા ભાજપ વિરોધી લખાણવાળાં પોસ્ટર પાલિકાના નોટિસ બોર્ડ પર ચોંટાડવામાં આવતાં વિવાદ વકર્યો છે.

શહેરમાં 10 હજારથી વધુ લારીગલ્લા છે અને વડોદરા મહાનગર પાલિકાએ તાજેતરમાં સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીના અમલ માટે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના માટે અરજી મંગાવી છે. પરંતુ, કાયદાના અમલની સામે પાલિકાએ ગણતરીના દિવસોમાં રેસકોર્સ સર્કલ, જેપી રોડ મલ્હાર પોઇન્ટ અને પોલિટેક્નિક કોલેજની બહારના ભાગમાંથી 150થી વધુ લારીઓ ખદેડી મૂકાવી છે અને ત્યાં કાયમી ધોરણે લારીગલ્લા ઉભાં રાખવા પર પ્રતિબંધ મૂકતાં બોર્ડ લગાવ્યાં છે.

પાલિકાના નોટિસ બોર્ડ પર પોસ્ટર ચોંટાડ્યાં

ગરીબો કે ઔર બૂરે દિન ગયે...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો