તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અંબે સ્કૂલમાં ધસી જઈ યૂથ કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવતાં વિવાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંબે સ્કૂલમાં ધસી જઈ યૂથ કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવતાં વિવાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારેલીબાગ-વીઆઇપી રોડ પર આવેલી અંબે સ્કૂલમાં બે દિવસ પહેલાં ૧૦ ટકાથી વધુનો ફીવધારો ઝીંકતાં વાલીઓમાં નારાજગી છવાઇ ગઇ હતી. છેલ્લા બે દિવસથી ચાલતા ફી વધારાના વિવાદમાં આજે સ્કૂલના સંચાલક સૂર્યકાંત શાહે પાંચ વાલીઓને રજૂઆત કરવા માટે બોલાવ્યા હતા. જેઓએ ઓફિસમાં પહોંચીને રજૂઆત કરી રહી હતી, ત્યાં યૂથ કોંગ્રેસના નેતાઓ ધસી આવ્યા હતા અને તેમણે ઉગ્ર સ્વરૂપે બોલાચાલી કરીને ફી વધારો પરત ખેંચો તેવા સૂત્રોચ્ચાર કરતાં વાતાવરણ તંગ બની ગયું હતું. એક નેતાએ કાચના ટેબલ પર જોર જોરથી હાથ પછાડીને રજૂઆત કરવાની સાથે આવેદનપત્રની નકલ ફાડી નાખતાં વાલીઓ ડઘાઇ ગયા હતા. નેતાઓએ ઉદ્ધતાઇપૂર્વક વર્તન ચાલુ રાખતાં વાલીએ નેતાઓને રોકડું પરખાવી દીધું હતું કે તમે અહીંયાંથી જતા રહો. જોકે નેતાઓ દ્વારા બેહૂદું વર્તન ચાલુ રહેતાં સ્કૂલના સિક્યુરિટી સ્ટાફે તમામને બહાર કાઢીને મામલો થાળે પાડ્યો હતો.

નેતાના હોબાળાને પગલે ફીવધારાની રજૂઆત થઇ શકી

^યૂથકોંગ્રેસના નેતાઓના હોબાળાને પગેલ ફીવધારાની અમારી રજૂઆત પૂરી થઇ શકી. અમારી રજૂઆત ચાલતી હતી તે વેળાએ યૂથ કોંગ્રેસના નેતાઓએ ઉદ્ધતાઇથી વર્તન કર્યું હતું. તેમણે આવું કરવું જોઇતું હતું. અમારી અને સ્કૂલ વચ્ચેનો પ્રશ્ન હતો. અમે તેમને બોલાવ્યા નહોતા. > રુચિત્રિવેદી, વાલી.

^અમે દે સંચાલક સાથે ચર્ચા કરવા ગયા હતા.ત્યારે યૂથ કોંગ્રેસના નેતા ધસી આવ્યા હતા અને હોબાળો કરી ઉદ્ધતાઇપૂર્વક વર્તન કર્યું હતું. તેમના વર્તનથી વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. > ધર્મેશસોંલકી, વાલી.

યુથ ક્રોગ્રેસ દ્રારા વાલીઓને સાથે રાખીને અંબે સ્કુલના સંચાલક સાથે ફી વઘારાના મુદે મિટિંગ રાખી હતી તે માટે ફી વઘારો પાછેા ખેચવા ઉગ્ર રજૂઆત થતા શાબ્દિક બોલાચાલી થઈ હતી.

નેતાઓને મહિલા વાલીઓએ જતા રહેવાનું ફરમાન કરતાં ખળભળાટ

ફી વધારાના મુદ્દે વાલીઓની બેઠકમાં રોકવા છતાં ઉદ્ધત વર્તન કર્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો