તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી પાણીગેટ પર વેપારી ખાડામાં પડતાં હાથમાં ફ્રૅકચર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી- પાણીગેટ પર વેપારી ખાડામાં પડતાં હાથમાં ફ્રૅકચર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીપાણીગેટ રોડ પર અધૂરી કામગીરીના કારણે યથાવત્ રહેલા ખાડામાં સ્થાનિક વેપારી પડતાં તેમને હાથમાં ક્રેક આવી હતી.

પંદર દિવસ સુધી શહેરનો ટ્રાફિકથી ગીચ વિસ્તાર સદંતર બંધ કરી દેવામાં આવ્યો હોવા છતાં કામગીરી પૂરી કરવામાં પાલિકાને સફળતા મળી નથી. પોણો કિલોમીટરના માર્ગ સુધી પહોંચવામાં સ્થાનિક રહીશોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રોડ કાર્પેટિંગની કામગીરી મજૂરોના અભાવે શરૂ થતાં ખાડા યથાવત્ રહેવા પામ્યા છે અને તેનો ભોગ સ્થાનિક રહીશને બનવું પડ્યું છે. માંડવી રોડ પર રાજપુરાની પોળમાં કટપીસની દુકાન ધરાવતા 52 વર્ષીય આરીફભાઇ મેમણ પોતાની દુકાને આવી રહ્યા હતા ત્યારે ત્યાં ખોદાયેલા ખાડામાં એકાઅેક પડી ગયા હતા અને તેના કારણે તેમને હાથમાં ઇજા પહોંચી હતી અને તબીબી પરીક્ષણમાં તેમને હાથમાં ક્રેક પડી હોવાનું નિદાન આવતાં પાટાપીંડી કરવી પડી હતી. આરીફ મેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી સ્થાનિક રહીશો-દુકાનદારો હેરાન થઇ રહ્યા છે અને આવા ખાડામાં તેઓ પડી ગયા હતા.

રોડ કાર્પેટિંગની કામગીરી શરૂ કરવામાં તંત્રના અખાડા

અઘુરી કામગીરી છતાં તંત્રનું પેટનું પાણી હાલતું નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો