તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 50 % લાવનાર સંતાનને તબીબ બનાવવા વાલી મારી પાસે આવે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

50 % લાવનાર સંતાનને તબીબ બનાવવા વાલી મારી પાસે આવે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મનસુખને 101 કરોડના ચેક આપનારા ફરી ગયા

SSGમાં મનસુખને મહિલા ડૉકટરે આડે હાથ લીધાે

વડોદરા | સુમનદીપમાંતપાસ દરમિયાન એસીબીએ રૂા.101 કરોડના ચેક કબજે કર્યા હતા અને તેના કારણે મનસુખ શાહ સામેનો ગાળિયો વધુ મજબૂત બનશે તેમ મનાઇ રહ્યું હતું. જો કે, પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એસીબી દ્વારા ચેક આપનાર લોકોનાં નિવેદનો લેવામાં આવતાં મોટાભાગના લોકોએ તેમણે ડોનેશન આપ્યું હોવાનું જણાવતાં બાબત એસીબી માટે પણ આઘાતજનક પુરવાર થાય તેવું જણાઇ રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ચેક આપનાર લોકો જો ડોનેશન આપ્યાનું કબૂલ કરે તો તેમણે ચેકમાં દર્શાવેલી કરોડોની રકમ વ્હાઇટમાં બતાવવી પડે તેમ હોઈ તમામ લોકો ડોનેશન આપ્યું હોવાનું જણાવી રહ્યાં છે. સુમનદીપ વિદ્યાપીઠના સંચાલક મનસુખ શાહ દ્વારા નોટબંધી બાદ નાણાં લેવા માટે ગેરંટી રૂપે ચેક સ્વીકારવામાં આવ્યા હતા. જ્યારે નાણાં મળે ત્યારે ચેક પરત કરવાની સ્કીમ મૂકી હતી. જે પૈકી અંદાજે 120 વાલીના રૂ. 101 કરોડની કિંમતના ચેક એસીબી દ્વારા કબજે લેવાયા હતા. એસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, વાલીઓ દ્વારા ચેક આમ આપ્યા હોવાનું અને કોઇ ડોનેશન માટે ચેક સિક્યુરિટી પેટે નથી આપ્યા તેમ જણાવી પલ્લું ઝાડવાનો પ્રાયાસ થયો છે. એક બીજી શક્યતા એવી પણ છે કે, જો વાલીઓ ડોનેશન આપ્યાની કબૂલાત કરે તો તેમના બાળકોનું ભવિષ્ય જોખમાય અથવા તો હેરાન કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

સુમનદીપ ખાતે તપાસમાં ચેક મળી આવ્યા હતા

મોટા ભાગનાએ ડોનેશન અાપ્યાનું જણાવ્યું

મનસુખનો સયાજી હોસ્પિટલમાં હુંકાર : હું લૂંટફાટ ચલાવતો નથી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો