તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની બેભાન થતાં સારવાર અપાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.12ની પરીક્ષામાં વિદ્યાર્થિની બેભાન થતાં સારવાર અપાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

માઇસાનેન શાળામાં આજે ધો. 12ની પરીક્ષામાં પેપર દરમિયાન બાથરૂમ જવા ગયેલી વિદ્યાર્થિનીને ગભરામણ થઇ ચક્કર આવતાં બેભાન થઈ હતી. તેને સારવાર માટે તેના કઝિન ભાઇ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઇ રહેલી પરીક્ષામાં ધો.10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રશ્નપત્રમાં પાંચ માર્ક્સનો પેપર સેટર ટ્વીસ્ટ કરીને પૂછતાં અને તેનો જવાબ લખવામાં વિદ્યાર્થીઓને ભારે સમય વેડફાતા વિદ્યાર્થીઓમાં નારાજગી છવાઇ ગઇ હતી. તો બીજીબાજુ ધો.12 સામાન્ય પ્રવાહમાં આંકડાશાસ્ત્ર અને ધો.12 સાયન્સમાં રસાયણ વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર વિદ્યાર્થીઓની ધારણાં કરતાં પ્રમાણમાં સરળ નીકળતાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ભારે હાશકારો અનુભવ્યો હતો.

આજે પરીક્ષાના બીજા પ્રશ્નપત્રમાં ધો.10માં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનું પ્રશ્નપત્ર હતું. વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રશ્નપત્રમાં 471110 વિદ્યાર્થીઓ પૈકી 46393 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. જ્યારે 717 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એક િવદ્યાર્થિનીની ચાલુ પરીક્ષાએ તબિયત બગડી જતાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ધો.10ના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં 5 માર્ક્સના પ્રશ્ને પરીક્ષાર્થીઓ મૂંઝાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો