તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બિલાબોંગના આચાર્યે વાલીઓને ધમકાવ્યાં !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલાબોંગના આચાર્યે વાલીઓને ધમકાવ્યાં !

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નારાજ વાલીઓએ ધારાસભ્યને રજૂઆત કરી

બિલાબોંગ ઇન્ટરનેશલ સ્કૂલમાં સંચાલકોએ ચાલુ વર્ષે ફીમાં સીધો ૧૦ ટકાનો વધારો કરતાં વાલીઓમાં ભારે નારાજગી છવાઇ ગઇ હતી. ભારે વિવાદ વચ્ચે વાલીઓએ શહેર જિલ્લા શિક્ષણાધિકારી મહેશ રત્નુને લેખિતમાં ફરિયાદ કરતાં ડીઇઓએ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી હતી. ડીઇઓ દ્વારા તપાસ હાથ ધરતાં ગુસ્સે થયેલા સ્કૂલનાં પ્રિન્સિપાલે ગઇકાલે વાલીઓને ૧૦ ટકાનો ફીવધારો તો કોઇપણ સંજોગોમાં રદ નહીં કરાય. તમે શા માટે ડીઇઓ અને મીડિયા વચ્ચે જઇને ફરિયાદો કરી. જે અંગે અમને નારાજગી બતાવી ધમકાવ્યાં હતા.

મેસેજ મળતાં વાલીઓમાં પણ ખળભળાટ મચી ગયો હતો. ગઇકાલે રાત્રે મળેલા મેસેજ બાદ વાલીઓના ગ્રૂપે આજે ધારાસભ્ય યોગેશ પટેલને લેખિત ફરિયાદ કરીને વાલીઓની ફરિયાદનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.

^ વાલીઓ ફરિયાદ કરવા ગયા તે અમને ગમ્યુ નથી. વાલીઓએ અમારી પાસે આવવાની જરૂર હતી. વિવાદ વચ્ચે પણ 80 ટકા વિદ્યાર્થી-વાલીઓ અમારી સાથે છે. 10 ટકા ફી વધારો પરત નહીં ખેંચાય. > ડૉ.પ્રિતીશ્રીમલ, આચાર્ય,બિલાબોંગ સ્કૂલ.

^ સ્કૂલમાં ૧૦ ટકા ફીવધારાને પગલે રૂપિયા ૧૦ હજાર સુધીના વધારાનો આર્થિક બોજો પડ્યો છે. જેને હટાવવા અમારી માંગ છે. અમે એકાદ દિવસમાં અન્ય વાલીઓ સાથે બેઠક યોજીને આગળની રણનીતિ નક્કી કરીશું. > અયલુષસુર્વે, વાલી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો