તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર અભિગમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરીજનોની સમસ્યાના ઉકેલ માટે મ્યુ.કમિશનરે 12 મુદ્દા(સેલ)આધારિત વોટ્સ અેપ ગ્રૂપ બનાવી પહેલી બેઠક ગુરુવારે રાખી છે.

શહેરમાં ગંદકી, રખડતાં ઢોર,તળાવોની ગંદકી, હેરિટેજ ઇમારતોની જાળવણી યોગ્ય રીતે થતી હોવા સહિતની બૂમો પડતી હોય છે. સેવાસદનનું તંત્ર આવી સમસ્યાના ઉકેલ માટે નાગરિકોનાં મંતવ્યો મેળવ્યા વગર કામગીરી કરતું હોય છે અને તેના કારણે નાગરિકોને મળવાપાત્ર ઉકેલ મળી રહ્યો નથી.

શહેરમાં હાલમાં સફાઇ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે અને તેમાં સોસાયટીના રહીશો પણ જોડાઇ રહ્યા છે. અભિયાનને વેગ આપવા માટે મ્યુ.કમિશનર દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. એટલું નહીં,અન્ય મુદ્દાઅો પર ચર્ચા કરવા માટે તેમજ મંતવ્યો મેળવવા માટે પ્રતિષ્ઠિત નાગરિકો-સંગઠનોના બનેલા વોટ્સ અેપ ગ્રૂપમાં મ્યુ.કમિશનરે રસ દાખવ્યો છે. મ્યુ.કમિશનર ડો.વિનોદ રાવે બાર બાબતોના ‘સેલ’ બનાવી દરેક સેલમાં 30 થી 40 નાગરિકોને મેમ્બર બનાવ્યા છે. શહેરી જનોને નડતી સમસ્યા માટે શહેરી જનો પાસેથી અભિપ્રાયો મેળવવા માટેના નવતર અભિગમને પ્રોત્સાહિત કરવામાં આવી રહેલ છે. 12 સેલમાં રહેણાક વિસ્તારમાં ડોર ટુ ડોરની કામગીરી સઘન બનાવવી, કોમર્શિયલ વિસ્તારમાં ડોર ટુ ડોરની કામગીરી સઘન બનાવવી, કન્સ્ટ્રકશન વેસ્ટ-કાટમાળ રોડ પર ના નાંખવો, રખડતાં ઢોરની સમસ્યાનો ઉકેલ, સ્ટ્રીટ ક્લીનિંગ માટે અદ્યતન મશીનરીનો ઉપયોગ,શિક્ષણના માધ્યમથી બાળકોમાં સારી ટેવોનું પાલન કરાવવું,પબ્લિસિટી બ્રાન્ડિંગ-માસ અવેરનેસ કેમ્પેઇન,સ્ટ્રીટ બ્યુટિફિકેશન,હેરિટેજ સ્ટ્રકટર-ઓલ્ડ સિટી ફોકસ,તળાવો-જળાશયોની સાફ સફાઇ અને બ્યુટિફિકેશન(લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ) તેમજ સોલિડ વેસ્ટના પ્રોસેસિંગથી એનર્જી-બાયોડીઝલ સહિતનું ઉત્પાદન કરવાનો સમાવેશ થાય છે.મ્યુ.કમિશનરે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ સહિત બે સેલના નાગરિકો સાથે ગુરુવારે બેઠક બોલાવી છે અને આગામી દિવસોમાં તબક્કાવાર રીતે બેઠક બોલાવીને મંતવ્યો મેળવાશે.

એડમિન મ્યુ. કમિશનરે વોટસએપ ગ્રૂપની બેઠક બોલાવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો