તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 61 ફાયરમેનની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર સામે રિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

61 ફાયરમેનની ભરતીમાં થયેલા ભ્રષ્ટાચાર સામે રિટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાકોર્પોરેશન દ્વારા ફાયર બ્રિગેડમાં ફાયરમેનની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરીને જવાનોની ભરતી કરવામાં આવી હોવાની વિગતો સપાટી પર આવતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. અંગે બે યુવકે ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરીને દાદ માંગતાં હાઇકોર્ટે મ્યુ.કમિશનર, ડે.મ્યુ. કમિશનર અને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર સામે નોટિસ કાઢવાનો આદેશ કરી તા.26 જુલાઇના રોજ જવાબ રજૂ કરવા માટેનું જણાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કોર્પોરેશન દ્વારા 61 ફાયરમેનોને નોકરીના ઓર્ડર આપવામાં આવ્યા હતા. જોકે,જે રીતે ફાયરમેનની પસંદગી કરવામાં આવી હતી તેની સામે ભારે વિરોધ ઊભો થવા પામ્યો હતો. અનેક યુવકોએ પસંદ થયેલા યુવકો કરતાં તેઓ વધુ યોગ્ય હોવાનું જણાવી ભરતી પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની લાંબા સમયથી ચર્ચા ચાલતી હતી. દરમિયાનમાં ફાયરમેનની ભર્તી માટે અરજી કરનાર ધર્મેન્દ્ર હરીનારાયણ યાદવ અને વિપુલ પરમાર નામના એક યુવકે કોર્પોરેશન દ્વારા જે યુવકોની ભરતી કરવામાં આવી છે તેમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં દાદ માંગતાં હાઇકોર્ટે વડોદરાના મ્યુ. કમિશનર, ડે.કમિશનર ડો.મીણા અને ચીફ ફાયર ઓફિસર (ઇન્ચાર્જ) દીપક ગુંજાલ સામે નોટિસ કાઢી તા.26 જુલાઇના રોજ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

સમગ્ર ભરતી કૌભાંડમાં મળતિયાઓને નોકરી અપાવવા માટે ફિઝિકલ ટેસ્ટમાં જે યુવકો લાયક હોય તેવા યુવકોની પસંદગી કરવામાં આવી હતી અને તેના કારણે અનેક લાયક ઉમેદવારો નોકરીથી વંચિત રહેવા પામ્યા છે. એટલે હવે જોવાનું રહે છે કે, કૌભાંડના આક્ષેપમાં કોર્પોરેશન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે અને હાઇકોર્ટમાં શું જવાબ આપવામાં આવે છે. ફાયરમેનની ભરતી માટે તા. 30 મે, 1 અને 2 જૂનના રોજ સ્વિમિંગ અને દોડ સહિતની ફિઝિકલ ટેસ્ટ રાખવામાં આવી હતી. ટેસ્ટ બાદ તા.14 અને 15 જૂનના રોજ મૌખિક ઇન્ટર્વ્યૂ યોજાયા બાદ ફાયરમેનના ઓર્ડર આપવામાં આવ્યા હતા.

ફાયર બ્રિગેડના કેટલાક જવાનો તાજેતરમાં મ્યુ.કમિશનરને મળ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, ફાયરમેનની ભરતીમાં મોટી ગેરરીતિ આચરાઇ છે.આ જવાનોએ તેમના સંતાનો લાયક હોવા છતાં તેમની ફાયરમેન તરીકે ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તેઓ હાલ ફરજ બજાવી રહ્યા હોઈ તેઓ વધુ કંઇ કહેવા માંગતા હોવાનું જણાવ્યું હતું.

^ ફાયર બ્રિગેડમાં ફાયરમેનની જે ભરતી યોજાઇ હતી તેમાં કોઇ ગેરરીતિ કરાઇ નથી. સમગ્ર પ્રક્રિયામાં સ્ક્રૂટિની થયા પછી ભરતીના ઓર્ડર અપાયા છે. હાઇકોર્ટમાં રિટ થઇ હોવાની બાબત જાણમાં નથી પરંતુ ભરતી માટે જે ફિઝિકલ ટેસ્ટ યોજાઇ હતી તેની નિયમ મુજબ વીડિયોગ્રાફી કરવામાં આવી છે. > ડો.નરેન્દ્રમીણા, ડે.મ્યુ.કમિશનર

ભરતી નિયમ મુજબ કરાઇ છે

મ્યુ.કમિ., ડે.કમિ.,ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને નોટિસ

ગેરલાયક ઠરેલા ઉમેદવારોને ઓર્ડર અપાયાનાે આક્ષેપ

ફાયર બ્રિગેડના જવાનોએ રજૂઆત કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો