ગરીબ રથ એક્સપ્રેસને વડોદરામાં કેન્સલ કરાતા મુસાફરોનો હોબાળો

વરસાદના કારણે ટ્રેન વ્યવહાર ખોરવાતાં 10 હજાર મુસાફરો અટવાયા

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
ગરીબ રથ એક્સપ્રેસને વડોદરામાં કેન્સલ કરાતા મુસાફરોનો હોબાળો
ટ્રાન્સપોર્ટ રીપોર્ટર,વડોદરા | છેલ્લા બે દિવસથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે મુંબઈ અને દિલ્હી-અમદાવાદ વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો. જેના કારણે જેના કારણે વડોદરા ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો ખાતે 10 હજાર જેટલા મુસાફરો હેરાન પરેશાન થયા હતા.ગરીબરથ એકસપ્રેસને વડોદરા ખાતે રદ કરવામાં આવતાં મુસાફરોએ ભારે હોબાળો કર્યો હતો.જેના કારણે રેલવે તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ટ્રેનો રદ થતાં રિફંડ લેવા માટે ભારે ધસારો થતાં અફરાતફરી

બે દિવસથી મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા વરસાદના કારણે વેસ્ટર્ન રેલવેના ટ્રેન વ્યવહાર પર ભારે અસર પડી હતી.મુંબઇ અને દિલ્હી-અમદાવાદ વચ્ચે દોડતી અનેક ટ્રેનો રદ થતાં શોર્ટ ટર્મીનેટ થતાં વડોદરા ડિવિઝનના વિવિધ રેલવે સ્ટેશનો ખાતે દશેક હજાર જેટલા મુસાફરો અટવાઈ પડયા હતા.

બુધવારે બપોરે દિલ્હીથી મુંબઈ જતી ગરીબ રથ એકસપ્રેસ ટ્રેનને વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટર્મીનેટ કરાઇ હતી. જેના મુસાફરોને અન્ય ટ્રેનોમાં બેસાડાયા હતા. પરંતુ જે લોકોને અન્ય ટ્રેનમાં જગ્યા મળી ન હતી તે મુસાફરોએ ભારે હોબાળો કરતાં આરપીએફ અને રેલવે પોલીસને બંદોબસ્તમાં આવી જવું પડયું હતું.ગરીબ રથ ટ્રેનને વડોદરામાં શોર્ટ ટર્મીનેટ કરાતાં ટ્રેનમાં મુંબઈ જવા નીકળેલ માનસી ગુપ્તા અને તેના પરિવારે હોબાળો કર્યો હતો. તેમણે સ્ટેશન ડાયરેકટર અન એસીએમ સમક્ષ રજૂઆત કરી હતી. મુંબઈના મુસાફર મહંમદ યુનુસે પણ જણાવ્યું હતું કે રેલ તંત્ર નિષ્ફળ ગયું છે.

17 ટ્રેન રદ કરવાની ફરજ પડી

સુરત-મુંબઈ, વલસાડ -મુંબઈ પેસેન્જર ટ્રેન દહાણું રોડ-બોરીવલી પેસેન્જર દહાણુ રોડ પનવેલ મેમું ગુજરાત એકસપ્રેસ સૌરાષ્ટ્ર એકસપ્રેસ બાન્દ્રા-સુરત એકસપ્રેસ કર્ણાવતી એકસપ્રેસ મુંબઈ-અમદાવાદ ડબલડેકર ડોમ્બીવલી-બોઈસર ડેમુ બોઈસર-વસઈડેમુ બાન્દ્રા ટર્મીનસ-વાપી પેસેન્જર મુંબઈ-અમદાવાદ પેસેન્જર સુરત-બાન્દ્રા ટર્મીનસ અને ઉદયપુર-બાન્દ્રા ટર્મીનસ એકસપ્રેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગોલ્ડન ટેમ્પલ મેઈલ અને શતાબ્દી એકસપ્રેસનો સમાવેશ થાય છે.

શોર્ટ ટર્મિનેટ કરાયેલી 19 ટ્રેનો

મુંબઈ-વલસાડ વચ્ચે ફિરોજપુર એકસપ્રેસ બિકાનેર-બાન્દ્રા વચ્ચેની રાણકપુર એકસપ્રેસ સુર્યનગરી એકસપ્રેસ બિકાનેર-દાદર સુપર ફાસ્ટ એકસપ્રેસ ભૂજ-દાદર એકસપ્રેસ જામનગર-બાન્દ્રા ટર્મીનસ ગુજરાત મેલ સુરત-વિરાર પેસેન્જર ટ્રેન વિરાર પેસેન્જર અમદાવાદ-મુંબઈ પેસેન્જર સુરત-જામનગર ઇન્ટરસીટી ગોલ્ડન ટેમ્પલ અવંતિકા એકસપ્રેસ સૌરાષ્ટ્ર મેલ દહેરાદૂન એકસપ્રેસ ગોરખપુર-બાન્દ્રા એકસપ્રેસ સૌરાષ્ટ્ર એકસપ્રેસ વડોદરા એકસપ્રેસ

X
ગરીબ રથ એક્સપ્રેસને વડોદરામાં કેન્સલ કરાતા મુસાફરોનો હોબાળો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App