• Gujarati News
  • National
  • કલા મહાકુંભના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 15

કલા મહાકુંભના રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 15

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યના પ્રથમ કલા મહાકુંભની સફળતા બાદ રાજ્યના કલાકારોને પ્રોત્સાહન આપવા માટે 16 જુલાઈથી તબ્બકાવાર કલા મહાકુંભની સ્પર્ધાઓની શરૂઆત થશે. ગત વર્ષે કલા મહાકુંભમાં વિવિધ વય જૂથના કલાકારો માટે 22 જેટલી કલાકૃતિઓનું આયોજન તાલુકા, જિલ્લા, રિજનલ અને રાજ્ય કક્ષાએ થયું હતું. આ વર્ષે સરકાર દ્વારા કલાકારોને સગવડ થઈ રહે તે માટે ઓનલાઇન અને ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા રાખવામાં આવી છે. જેમાં 1થી 15 જુલાઈ સુધી કલાકારો રજીસ્ટ્રેશન કરી શકશે ત્યારબાદ તાલુકા, જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાની ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...