વસ્તી વધારાથી જાતીય ભેદ, સ્ત્રી શોષણ, માતૃત્વ મૃત્યુદર વધે છે

સિટી એન્કર World Population Day

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
વસ્તી વધારાથી જાતીય ભેદ, સ્ત્રી શોષણ, માતૃત્વ મૃત્યુદર વધે છે
યુનાઇટેડ નેશન ડેવલોપિંગ પ્રોગ્રામની ગવર્મેન્ટ કાઉન્સિલ દ્વારા લોકોમાં પોપ્યુલેશન અંગે જાગૃતતા આવે તે હેતુથી પોપ્યુલેશન ડેની ઊજવણી શરૂ કરવામાં આવી હતી. ત્યારે ઉજવણી અંતર્ગત વર્ષ 2018ની થીમ ‘ફેમિલી પ્લાનિંગ’ નક્કી કરવામાં આવી છે. હ્યુમન રાઇટ્સ અંગે યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સને આ વર્ષે 50 વર્ષ પુરા થયા હતા. કોન્ફરન્સમાં પ્રથમવખત ફેમિલી પ્લાનિંગને માનવીય અધિકાર તરીકે ગણાવવામાં આવ્યુ હતું. આથી આ વર્ષની થીમ ફેમિલી પ્લાનિંગ રાખવામાં આવી છે. વર્ષ 1989થી પોપ્યુલેશન ડેની ઉજવણી કરવામાં આવે છે. તેમ એમ.એસ યુનિવર્સિટીના પોપ્યુલેશન રીસર્ચ સેન્ટરના ડીરેક્ટર પ્રો. વિપુલ કલમકરે જણાવ્યું હતું.

પ્રો.વિપુલ કલમકર

યુનેસ્કો દ્વારા વર્ષ 2018ને ફેમિલી પ્લાનિંગ થીમ અંતર્ગત ઉજવવાનું નક્કી કરાયું છે, ત્યાં પોપ્યુલેશનની સ્થિતિ યુનિ.ના પ્રો.વિપુલ કલમકરે જણાવી હતી

યુનાઇટેડ નેશન દ્વારા ફેમિલી પ્લાનિંગ અંગે જાહેર કરવામાં આવેલ મહત્ત્વના 9 ધોરણો

ભેદભાવરહિત | ફેમિલી પ્લાનિંગની માહિતી અને સગવડો જાતિ, લિંગ, ધર્મ, ઉંમર, રહેઠાણ, ભાષા વિવિધ વિષયોને ધ્યાનમાં લીધા વગર તમામ લોકોને ઉપલબ્ધ થવી જોઇએ.

ઉપલબ્ધ | તમામ દેશોમાં ફેમિલી પ્લાનિંગની કોમોડિટી અને સવલતો ઉપલબ્ધ હોવી જોઇએ.

સ્વીકાર્ય | ગર્ભનિરોધક સગવડો અને માહિતી લોકોને વ્યવસ્થિત રીતે પુરી પાડવી જોઇએ. મેડિકલ એથિક્સ અને કલ્ચર બંનેને ધ્યાનમાં રાખીને સ્વીકાર્ય બનાવવી જોઇએ.

ગુણવતા | ફેમિલી પ્લાનિંગની માહિતી સ્પષ્ટ રીતે કોમ્યુનિકેટ થવી જોઇએ અને વૈજ્ઞાનિક રીતે એક્યુરેટ થયેલી હોવી જોઇએ.

તટસ્થ નિર્ણય | પ્રત્યેક વ્યક્તિ પુર્ણ સ્વાયત્તતા, કોઇપણ જાતના દબાણ વગર તટસ્થ નિર્ણય લઇ શકે છે.

ગોપનીયતા | ફેમિલી પ્લાનિંગના આયોજનની માહિતી ગોપનીય રહેવી જોઇએ તે અધિકાર તમામને મળવો જોઇએ

ભાગીદારી | સ્વાસ્થયના મુદ્દાઓ સહિત તમામને અસર કરતા નિર્ણયોમાં દેશના સ્વાસ્થય વિભાગની સક્રિય ભાગીદારી હોવી જોઇએ

જવાબદારી | હેલ્થ સિસ્ટમ, એજ્યુકેશન સિસ્ટમ, લીડર્સ અને પોલિસી મેકર્સએ ફેમિલી પ્લાનિંગ અધિકારને જવાબદારી પુર્વક નિભાવવા જોઇએ.

વસ્તી વધવાને કારણે આ બાબતો ચિંતાજનક રીતે વધી રહી છે

અતિવસ્તી જાતીય ભેદભાવ સ્ત્રી વિરૂદ્ધ થતા ગુનાઓ વહેલા લગ્ન અને ગર્ભધારણ કુપોષણ માતૃત્વ મૃત્યુદર

પોપ્યુલેશનને અસર કરતા કેટલાંક મહત્ત્વના પરીબળો

 દરવર્ષે વસ્તીમાં 83 મિલીયન લોકોનો ઉમેરો થાય છે

 વર્ષ 2030 સુધીમાં વિશ્વની કુલ વસ્તી અંદાજે 8.6 બિલીયન, 2050 સુધીમાં 9.8 બિલીયન અને વર્ષ 2100 સુધીમાં 11.2 બિલીયને પહોંચી જશે

 હાલની વસ્તી 7.6 બિલીયન કરતા પણ વધુ છે (ભારત - 1.35 બિલીયન , ચાઇના - 1.41 બિલીયન)

 ભારત 1.35 બિલીયન વસ્તી સાથે વિશ્વની વસ્તીના કુલ 17.5% વસ્તી ભારત ધરાવે છે.

 2024 સુધીમાં ભારત ચીનને પછાડી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે

X
વસ્તી વધારાથી જાતીય ભેદ, સ્ત્રી શોષણ, માતૃત્વ મૃત્યુદર વધે છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App