• Home
  • Madhya Gujarat
  • Latest News
  • Vadodara City
  • દિવ્યાંગોના જીવનનો અંધકાર, અંધકારમય બ્લેક રૂમ દ્વારા દૂર કરવાનો પ્રયાસ શરૂ કરાયો

દિવ્યાંગોના જીવનનો અંધકાર, અંધકારમય બ્લેક રૂમ દ્વારા દૂર કરવાનો પ્રયાસ શરૂ કરાયો

બાળકોને ફોકસ, રંગની ઓળખ અને અંધારાનો ભય દૂર કરવાની ટ્રેનિંગ

DivyaBhaskar News Network | Updated - Jul 12, 2018, 04:20 AM
દિવ્યાંગોના જીવનનો અંધકાર, અંધકારમય બ્લેક રૂમ દ્વારા દૂર કરવાનો પ્રયાસ શરૂ કરાયો
ઓક્યુપેશનલ થેરાપીસ્ટ હાઇપર એક્ટિવ ચાઇલ્ડ સાથે કામ કરતા હોય છે. હાઇપર એક્ટિવ ચાઇલ્ડ બીજા બાળકો મારે, પોતાને નુકસાન પહોંચાડે અથવા કોઇ સાથે વાત કર્યા વગર એક જગ્યાએ શાંતિથી બેસે અને લોકો સાથે આઇ કોન્ટેક્ટ ના કરે તેવા હોય છે. આવા બાળકોને સેન્સેરી ઇન્ટીગ્રેશન થેરાપી આપવામાં આવે છે. ઓક્યુપેશનલ થેરાપી વિશે લોકોમાં જાગૃતિ નથી. બાળકના જન્મ પછી જો તે તરત રડે નહિ અથવા ડિલીવરી સમયે કોઇ સમસ્યા ઉદ્દભવી હોય તો બાળક આવું જન્મી શકે છે. નાની ઉંમરે જો બાળકને યોગ્ય સારવાર આપવામાં આવે તો તેની મહદંશે સારવાર થઇ શકે છે તેમ ઓક્યુપેશનલ થેરાપીસ્ટ ડૉ. પ્રિયા દેસાઇએ શહેરની ઉર્મી સ્કૂલ ખાતે દિવ્યાંગો માટે શરૂ કરવામાં આવેલા સેન્સરી રૂમ સહિતના રિસર્ચ અને થેરાપી સેન્ટરના ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું. ઉદ્ઘાટન બાદ દિવ્યાંગ બાળકોને વિવિધ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બ્લેકરૂમને પ્રાથમિકતા અપાઇ હતી.

Blackroom Teaching

ઉર્મી સ્કૂલ ખાતે દિવ્યાંગ બાળકોને વધુ સક્ષમ બનાવવા માટે વિવિધ ઉપક્રમો શરૂ કરવામાં આવ્યા હતા.

આખો રૂમ અંધકારમય રાખી દિવ્યાંગોના જીવનમાં જ્યોતિ પ્રકાશવાનો પ્રયાસ

ઊર્મિ સ્કૂલ ખાતે પ્રથમ વખત સેન્સરી રૂમની શરૂઆત કરવામાં આવી છે. સેન્સરી રૂમ ડાર્ક બ્લેક રૂમ હોય છે. જેમાં પ્રકાશનું એક કિરણ પણ હોતુ નથી. જેમાં વિવિધ રંગોની લાઇટોની સુવિધા કરવામાં આવે છે. જેની મદદથી બાળકોનું ફોકસ વધારવું, રંગોને ઓળખવાની અને અંધારાનો ભય દૂર કરવાની થેરાપી દ્વારા તેમને સક્ષમ બનાવવામાં આવે છે. રૂમમાં સેન્સ થેરાપી માટે માટીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ઉપરાંત વિવિધ લોક અને સ્ટોપર જેવા બેઝિક સાધનોને દિવ્યાંગો ઓળખી શકે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

દિવ્યાંગોને સ્પિચ થેરાપી શીખવવા સહિત હસ્તકળાઓ પણ શીખવાડવામાં આવશે

શહેરની બી.આર.જી મેડીકલ ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત કાર્યરત ઉર્મિ દિવ્યાંગ સ્કૂલ, રીસર્ચ એન્ડ થેરાપી સેન્ટરના વિવિધ થેરાપી એકમોનો શુભારંભ બુધવારે કરવામાં આવ્યો હતો. જેમાં શહેરના મેયર જીગીશાબેન શેઠના હસ્તે શુભારંભ કરવામાં આવેલા સેન્ટરમાં ફીઝીયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી અને સેન્સરી રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઊર્મિ સ્કૂલમાં 150થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ શૈક્ષણિક પદ્ધતિની સાથે પેપરબેગ, પગલુંછણીયા, કોડિયા અને ફાઇલ જેવી વિવિધ હસ્તકલાઓ પણ શીખવવામાં આવે છે.

મસ્ક્યુલર અને લિંગ્વીસ્ટિક થેરાપી

સ્પીચ થેરાપી બે પ્રકારની કરવામાં આવે છે જેમાં મસ્ક્યુલર અને લિંગ્વીસ્ટિકનો સમાવેશ કરવામાં આવે છે. મસ્ક્યુલર થેરાપીમાં મોં અને જડબાના સ્નાયુઓની કસરત કરાવવામાં આવે છે. મોં અને જડબાના સ્નાયુઓ જો ઢીલા ના હોય અથવા જીભનો આકાર વ્યવસ્થિત ન હોય તો વ્યક્તિ તોતડું બોલે અથવા બોલવામાં વાર લાગે તેવી સમસ્યા ઉપસ્થિત થતી હોય છે. ઉપરાંત જે વ્યક્તિના ઉચ્ચારણ ક્લિયર ન હોય તેઓને લિંગ્વીસ્ટીક થેરાપી અપાય છે. નાની ઉંમરમાં થેરાપીની અસર સારી પડે છે.

X
દિવ્યાંગોના જીવનનો અંધકાર, અંધકારમય બ્લેક રૂમ દ્વારા દૂર કરવાનો પ્રયાસ શરૂ કરાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App