તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • માતાએ સ્કૂલમાં જવાનું કહેતાં દરવાજો બહારથી બંધ કરી ભાગી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માતાએ સ્કૂલમાં જવાનું કહેતાં દરવાજો બહારથી બંધ કરી ભાગી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘મૈં જા રહા હૂં, નહિ આઉંગા’ કહી પાણીગેટના વિદ્યાર્થીનો ગૃહત્યાગ

પાણીગેટનાવેપારીના પુત્રને માતાએ સ્કૂલે જવાનું કહેતાં તેણે સ્કૂલ બેગમાં કપડાં ભરી ‘મૈં જા રહા હૂં, નહિ આઉંગા’ કહી ઘરના દરવાજાને બહારથી બંધ કરી ભાગી ગયો હતો. અંગે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. રાત્રે તેના પિતાને ન્યાયમંદિર પાસેથી નિદ્રાધીન અવસ્થામાં મળી આવતાં હાશકારો થયો હતો.

પાણીગેટમાં રહેતા અને પાન-સોપારીની દુકાન ધરાવતા વેપારીને 4 પુત્ર અને 1 પુત્રી સહિત 5 સંતાનો છે. 11 વર્ષનો ત્રીજા નંબરનો પુત્ર સરકારી સ્કૂલમાં ધો.6 માં અભ્યાસ કરે છે. તેમનો પુત્ર સવારે 7:30 વાગે મદ્રેસામાં ગયો હતો. 9:30 વાગે મદ્રેસામાંથી પરત આવ્યા બાદ પુત્રને તેની માતાએ સ્કૂલમાં જવાનું છે કપડાં બદલી લે તેમ કહેતાં તેણે યુનિફોર્મ પહેર્યા બાદ થોડીવારમાં કાઢી નાખ્યો હતો.ત્યારબાદ તેણે રોજિંદાં પહેરવાનાં કપડાં બ્લ્યૂ કલરનું ચેક્સ શર્ટ અને જીન્સ પેન્ટ પહેરીને સ્કૂલ બેગ જેવી બેગમાં તેનાં કપડાં ભરી લીધાં હતાં. પોણા દસ વાગ્યાના સુમારે તેણે માતાને ‘મૈં જા રહા હૂ, નહિ આઉંગા’ કહી ઘરેથી નીકળી ગયો હતો. ઘરની બહાર જતાં જતાં તેણે દરવાજાને બહારથી કડી મારી બંધ કરી દીધો હતો. ગભરાઇ ગયેલી મહિલાએ પતિને જાણ કરતાં તેઓ તુરંત ઘરે દોડી આવ્યા હતા. માતા-પિતાએ તપાસ કરતાં મળી આવ્યો હતો. તેની પાસે ~1,000 પણ હોઇ અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રાત્રે વેપારી તેમના સ્વજન સાથે પુત્રની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે ન્યાયમંદિર પાસે તે નિદ્રાધીન અવસ્થામાં મળી આવ્યો હોવાનું પીએસઆઇ ગામીતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો