તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવા માંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેવાસદનમાંસફાઇ કામદારોની કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવાની માંગ સાથે ઓલ ગુજરાત વાલ્મીકિ કર્મચારી સંઘના હોદ્દેદારોએ મ્યુ.કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.આ કર્મચારી સંઘના આગેવાનોએ મ્યુ.કમિશનરને સુપરત કરેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વર્ષ 2010થી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરી ડાઇરેકટ મહાનગર સેવાસદન દ્વારા માનવદિન કામદારો જરૂરિયાત મુજબ રાખવા માટેનુ ધોરણ કાર્યરત છે તે હાલમાં પણ ચાલુ છે. રીતે કોન્ટ્રાકટ પ્રથા શરૂ કરવાથી કોન્ટ્રાકટર દ્વારા ઓછો પગાર આપી અને વાલ્મીકિ સમાજનું શોષણ કરવાના કિસ્સા અગાઉ બન્યા હોવાનો આક્ષેપ કરી તેમણે જણાવ્યું હતું કે,અગાઉ જે કામદારોએ રાત્રિ સફાઇ-વોલ ટુ વોલ અને ચોમાસાની ઋતુ દરમિયાન દરેક વોર્ડ દીઠ માનવદિન તેમજ વોર્ડની જરૂરિયાત મુજબ મળી કુલ 160ને રાખવામાં આવ્યા હતા અને તમામને છૂટા કરાયા હતા. જો પરત લેવામાં નહી આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો