તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મંગળવારે ગોરવા પંચવટીથી પિતા અને પુત્રની અરથી અેક સાથે ઉઠી

મંગળવારે ગોરવા પંચવટીથી પિતા અને પુત્રની અરથી અેક સાથે ઉઠી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમવારે સાંજે 5.00 વાગે સામેના ફ્લેટમાં પાડોશીએ પાણીના ફોટા મોબાઈલમાં લીધા ત્યારે િહંચકા પર બેઠેલો વિપુલ પણ તસવીરમાં કેદ થયો હતો. આ તેની અંતિમ તસવીર સાબિત થઈ. રાત્રે તેને કરંટ લાગ્યો અને મૃત્યુ થયું

વિપુલની અંતિમ તસવીર | સોમવારે સાંજે 5.00 વાગે
અર્પિત પાઠક | વડોદરા

આજના સમયમાં ચાર પેઢી જોવા જેવુ દિર્ઘાયુષ્ય પ્રાપ્ત થવુ એ કુદરતના આશિર્વાદ સાથે સૌભાગ્યની વાત મનાય. પરંતુ કુટુંબના મોભી તરીકે 95 વર્ષની વયમાં 8 આપ્તજનને ગુમાવવા અને 7 વર્ષના પ્રપૌત્રને અકસ્માત અકાળે કાળનો કોળિયો બનતા જોવો એ કદાચ કુદરતની કપરી પરીક્ષા કહી શકાય. આવી જ ઘટનામાં ફરી એક વખત ગોરવાના બ્રહ્મભટ્ટ પરિવારના મોભી જડાવબા સજળ નેત્રે સાક્ષી બન્યા હતા.

શહેરમાં વરસેલા મુશળધાર વરસાદમાં ગોત્રી ઓલમાઇટી એવન્યુમાં વીજ કરંટ લાગતા જીવ ગુમાવનાર પિતા -પુત્ર નિરંજનભાઇ અને વિપુલભાઇ 95 વર્ષીય વયોવૃધ્ધ જડાવ બાના પુત્ર અને પ્રૌત્ર થતા હતા. જે પૈકી આજે વિપુલનો જન્મદિવસ પણ હતો. જ્યારે નિરંજનભાઇનુ મૃત્યુ થયુ તે જ દિવસે 9 વર્ષ અગાઉ તેમનો અકસ્માતમાં બચાવ થયો હતો અને એ જ તારીખે વિજ કરંટથી તેમનું મોત થતા પરિવાર સ્તબ્ધ બન્યો હતો.

પરિવારના 8 વ્યક્તિઓની અંતિમ વિદાયના સાક્ષી બનેલા જડાવ બાના પતિ પારસસિંહ બારોટનું વર્ષો અગાઉ મૃત્યુ થયું હતું. જ્યારે વર્ષ 2008માં તેમના પુત્ર જ્યોતિન્દ્રનું સાઠોદ ખાતે કુદરતી મોત થયું હતું. ત્યાર બાદ કુદરતે કાળચક્ર ફેરવતા 2009માં 25 જુને જડાવ બાના પુત્ર જયંતિભાઇ બારોટ, પુત્રવધુ ઉર્મીલાબેન જયંતિભાઇ બારોટ, બીજા પુત્રવધુ કુસુમબેન નિરંજનભાઇ બારોટ અને પ્રપૌત્ર શિવ વિપુલબાઇ બારોટનું કાર અકસ્માતમાં મોત થયું હતું. સોમવારે ફરી એક વખત કઠોર બનેલી કુદરતે તેમના પુત્ર નિરંજનભાઇ અને પૌત્ર વિપુલને છીનવી લીધા હતા. મંગળવારે એક સાથે નીકળેલી બે અંતિમ યાત્રા સાથે તેમના માથે વિપુલના પરિવારને સાચવવાની વધુ એક જવાબદારી સોંપી હતી.

નિરંજનભાઈ 25જૂન 2009નારોજ બચ્યાં, 25જૂન 2018ના રોજ મૃત્યુ
નિરંજનભાઇ બ્રહ્મભટ્ટ 9 વર્ષ અગાઉ 25 જૂન 2009ના રોજ રાત્રે વતન સાઠોદથી કાર ચલાવી વડોદરા પુત્ર વિપુલને જન્મ દિવસની શુભેચ્છા અાપવા અાવી રહ્યા હતા. દરમ્યાન ઉભેલી ટ્રકમાં કાર પાછળથી અથડાતા પરિવારના ચાર સભ્યોના મોત થયા હતા. જ્યારે તેમનો અાબાદ બચાવ થયો હતો. જોગાનું જોગ 25 જૂન 2018ના રોજ પુત્રને બચાવવા જતા કરંટ લાગતા અેજ ગોજારી તારીખે મોત નિપજ્યું હતુ.

પત્ની સ્મશાન સુધી ગયા
ગોરવા પંચવટી ખાતે થી મંગળવારે નીકળેલી પિતા -પુત્રની અંતિમ યાત્રાએ સ્થાનિક લોકોની પણ આંખો ભીંજવી હતી. ત્યારે બીજી બાજુ હૈયાફાટ રૂદન કરતા વિપુલભાઇના પત્ની મેઘાબેનને પરિવારજનો ચાર રસ્તેથી પરત લાવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ પતિ સાથે જવાની જીદ પકડતા આખરે તેમને મૃતદેહ વાળી એમ્બ્યુલન્સમાં મેઘાબેનને બેસાડ્યા હતા. પતિના પાર્થિવ દેહને પકડીને કલ્પાંત કરતા મેધાબેનને જોઇ રાહદારીઓની પણ સ્તબ્ધ બની ગયા હતા.

95 વર્ષના જડાવ બાએ 9 વર્ષમાં 4 પેઢીની અરથી જોઈ

વિપુલની અંતિમ યાત્રા | મંગળવારે બપોરે 2.00 વાગે
સ્ટ્રીટ લાઈટનો કરંટ દીવાલમાં ઉતર્યો, દીકરાને બચાવવા દોડ્યા તો પિતા પણ ઝપટમાં અાવ્યા
વડોદરા | ગોત્રી ઓલમાઇટી એવન્યુ સોસાયટીમાં સોમવારે વરસેલા ચાર ઇંચ વરસાદમાં ગોત્રી ઓલમાઇટી એવન્યુ સોસાયટીમાં વિજ કરંટ લાગતા બે વ્યક્તીના મોત નિપજ્યા હતા. મંગળવારે એમજીવીસીએલ દ્વારા કરંટ ક્યાંથી લીક થાય છે તે અંગે તપાસ કરી હતી. આજે પણ કરંટ લીક થતો હોવાનુ તપાસમાં જણાંયુ હતુ.ઓલમાઇટી એવન્યુની કંપાઉન્ડ વોલ પાસે સિક્યુરકીટી કેબીન આવેલી છે. જે કેબીનમાં સોસાયટીની સ્ટ્રીટલાઇટનુ મીટર અને સ્વીચબોર્ડ લાગેલા છે . સોમવારે વરસાદનેપગલે ભરાયેલા ત્રણ ફૂટ પાણીમાં આ વિજ મીટરમાંથી આવતા વાયરમાં કરંટ લીક થયો હતો. જે કરંટ કંપાઉન્ડ વોલ અને તેને સાથે પાણીમાં ત્રણ ફૂટ ઉંડે જમીનપર આવેલા ગાયને સોસાટીમાં આવતી અટકાવવાના લોખંડના રેલીંગમાં આવતો હતો. સોમવારે રાત્રે ઘરે આવેલા વિપુલભાઇ સોસાયટીમાં લાઇટ નહી હોવાતી કારની લાઇટ ચાલુ રાખી કાર બહાર પાર્ક કરી હતી દરમીયાન લાઇટ આવતા તે કારનીલાઇટ બંધ કરવા બહાર ગયા હતા અને વીજ કરંટ લાગ્યો હતો.

જન્મ દિવસે જ અગ્નિ સંસ્કાર
મંગળવારે પણ કરંટ અાવતો હતો. MGVCLઅે લાઈનો બંધ કરી. સોમવારે ત્રણ ફૂટ પાણીના પગલે કામગીરી ન થઈ શકતાં મંગળવારે સોસાયટી વાળાને સમજાવી પંચનામું કર્યુ

ગોત્રી રાજેશ ટાવર પાસે ઓલ માઇટી એવન્યુમાં સોસાયટીના કંપાઉન્ડ વોલ પર કરંટ લાગતા મૃત્યું પામેલા 40 વર્ષીય વિપુલને તેના જન્મદિવસે જ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો. 26 જુન 1976ના રોજ જન્મેલા વિપુલ નિરંજન ભાઇ બ્રહ્મભટ્ટ પ્રિયા કન્સ્ટ્રકશનમાં સૌના માનીતા હતા. શાંત સ્વભાવને પગલે પરિવાર અને સ્વજનોના લાડલા હતા. માત્ર 40 વર્ષમાં દુનિયાને અલવિદા કરી જનાર વિપુલની જન્મતારીખ અને અગ્નિસંસ્કારની તારીખ એક આવી હતી.

મેયર, સંતો અને કોર્પોરેટરોએ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપી
ગોત્રી ઓલમાઇટી ખાતે સોમવારે વરસાદમાં વિજ કરંટ લાગતા જીવ ગુમાવનાર નિરંજનભાઇ અને તેમના પુત્ર વિપુલનો મૃતદેહ આજે તેમના ભાઇ નેત્યાં ગોરવા કાતે લાવવા માંઆવ્યો હતો. જ્યાંથી તેમની અંતિમયાત્રા કાઢવામાંઆવી હતી. જ્યાં પાર્થીવ દેહને શ્રધાંજલી આપવા શહેરના મેયર ડો.જીગીશાબેન શેઠ આવ્યા હતા.જેઓ અંતિમ યાત્રા નિકળતા સુધી રોકાયા હતા. જ્યારે સ્વામીનારાયણના સંતો પણ પરિવારને શાંત્વના આપવા આવ્યા હતા. સેવાસદનના શાસક પક્ષના નેતા કેતન બ્રહ્મભટ્ટ્ અને કોર્પોરેટર ઘમેન્દ્ર સાથે રાજેશ આયરે પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...