તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બાળકોને દૂષણોથી દૂર કરવા હોય તો તેમને સાંભળો, માત્ર કહેવાનું ટાળો

બાળકોને દૂષણોથી દૂર કરવા હોય તો તેમને સાંભળો, માત્ર કહેવાનું ટાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબે વિદ્યાલય ખાતે અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 એક જ રૂમ કે બાથરૂમમાં કલાકો ભરાઈ રહેવું.

 આંગળીઓના ટેરવા, પગની પાની અને હાથમાં કાણા પડવા.

સે નો ટુ ડ્રગ્સ
 કલાકોના કલાકો આંખો લાલ રહેવી.

ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ્સ, એબ્યુઝ, ઇલિસિટ, ડ્રગ્સ ટ્રાફિકિંગ ડે ઉજવાયો
ડ્રગ્સની લતે ચઢેલા શહેરના જ બાળકોના કિસ્સા દ્વારા વિદ્યાર્થીઓને જાગૃત કર્યા
13 વર્ષની ઉંમરે લત લાગી તો 18 વર્ષની ઉંમર સુધીમાં ડ્રગ્સ માટે લાખોની ચોરી કરી
ખરાબ મિત્રોની સંગતને કારણે 13 વર્ષની ઉંમરે ડ્રગ્સના રવાડે ચઢેલા શહેરના બાળકને 18 વર્ષ સુધીમાં એવી લત લાગી ગઈ કે તે બાળક ઘર વખરી, સોનુ અને ચાંદી અને રૂપિયા સાથે 3 લાખ રૂપિયાની સુધીની ચોરી કરી ચૂક્યો હતો. જેનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યુ હતું. ત્યારે તે લાંબા સમય બાદ સમજાવટના રસ્તે ડ્રગ્સની આદતથી છુટકારો મેળવી શક્યો છે. જે હજુ કાઉન્સેલીંગ હેઠળ જ છે. ત્યારે આ બાબત સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને જણાવવામાં આવી હતી. ઉપરાંત તેમના શિક્ષકોને પણ આ બાબતથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓને આવી બાબતોમાંથી જરૂર પડ્યે બહાર કાઢી શકે અથવા ખોટે રસ્તે જતાં પહેલાં જ તેમને અટકાવી શકે. વિદ્યાર્થીઓ પોતાના મિત્રોમાં પણ આ અવેરનેસ ફેલાવી શકે તે હેતુ હતો.

સેન્સર બોર્ડે ડ્રગ્સ અને નશાહીતના સીનોને કોઇપણ માધ્યમમાં બેન કરી દેવા જોઈએ
સોશિયલ મીડિયા, સાવધાન ઇન્ડિયા અને મૂવીમાં બાળ‌કોને ડ્રગ્સ કેવી રીતે લેવું તેની માહિતી મળી રહેતી હોય છે, જેથી સરકાર અને સેન્સર બોર્ડે દ્વારા આ પ્રકારની ફિલ્મો કે સિરિયલ બનાવતા ડાયરેકટર અને પ્રોડ્યુસરના લાઈસન્સ રદ કરી દેવા જોઈએ.  અનંત ક્રિશ્ચન

અન્ય સમાચારો પણ છે...