તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રંગોળી કલાકાર કમલેશ વ્યાસને 2018નો સંસ્કાર એવોર્ડ અપાયો

રંગોળી કલાકાર કમલેશ વ્યાસને 2018નો સંસ્કાર એવોર્ડ અપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કમલેશ વ્યાસને એવોર્ડ અપાયો હતો.

સિટી રિપોર્ટર | વડોદરા

સહજ રંગોળી ગ્રુપના સ્થાપક અને કલાકાર કમલેશ વ્યાસને સંસ્કાર એવોર્ડ-2018 એનાયત થયો છે. સુરત ખાતેના એવોર્ડ સમારંભમાં રાજ્યપાલ ઓ.પી કોહલીના હસ્તે કમલેશ વ્યાસને એવોર્ડ એનાયત કરાયો હતો. અખિલ ગુજરાત સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા કલાક્ષેત્રમાં તેઓના યોગદાન બદલ તેમને આ એવોર્ડ અપાયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષના સમયગાળામાં તેઓ 400થી વધુ વિદ્યાર્થીઓને નિશુલ્ક રંગોળી શીખવાડી ચુક્યા છે. વર્ષ દરમિયાન 2 વખત નિ:શુલ્ક રંગોળીની કાર્યશિબીર તેઓ દ્વારા યોજવામાં આાવી અને સેંકડો કલાકારો તેમણે તૈયાર કર્યા છે. રંગોળીના ક્ષેત્રમાં તેઓના આ પ્રદાન બદલ તેઓને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

City Pride

અન્ય સમાચારો પણ છે...