તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દિવ્યાંગ બાળક ક્રિટિકલ સ્થિતિમાં હોય તો વસ્તીમાં ગણાતું જ નથી

દિવ્યાંગ બાળક ક્રિટિકલ સ્થિતિમાં હોય તો વસ્તીમાં ગણાતું જ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવ્યાંગ બાળકમાં ક્રિટિકલ કેસ હોય તો ઘણીવાર વસ્તીગણતરીમાં ગણવામાં આવતા નથી. તેઓને માર્ગદર્શન આપી શકે કે ભણાવી શકે તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આથી દિવ્યાંગ બાળકો પોતાની પ્રતિભા લોકો સમક્ષ લાવી શકતા નથી. ઉપરાંત 2005માં થયેલા સર્વે અનુસાર 40 મિલીયન બાળકો શિક્ષાથી વંચિત હતા જેમાં મોટેભાગે ગ્રામ્ય અને પછાત વિસ્તારોના બાળકોનો સમાવેશ થતો હતો. હજુ પણ પરિસ્થિતિમાં ખાસ સુધારો આવ્યો નથી. શાળા સહિત જાહેર સંસ્થાઓમાં હજુ પણ દિવ્યાંગ લોકોની અવગણના કરવામાં આવે છે. તેમ દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર અર્ચના જોશીએ જણાવ્યું હતું. ગુજરાત સીએસઆર ઓથોરિટી અને દીપક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સમાવિષ્ટ શિક્ષણ સંઘ વિષય અંતર્ગત રાઉન્ડ ટેબલ વર્કશોપનું યોજાયો હતો. જેમાં કેસ સ્ટડિ રજૂ થયા હતા. સર્વ શિક્ષા અભિયાનના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર પી.ભારથી, GCSRAના COO પંકજ કામળિયા, GCSRAના CEO એ.એમ.તિવારી સહિતના લોકો હાજર રહ્યા હતા.

સ્કૂલ સંચાલકો-પ્રેક્ષકોએ દિવ્યાંગના સામાન્ય વર્ગમાં શિક્ષણના કિસ્સા જણાવ્યા
વડોદરા | કાર્યક્રમમાં ઉપસ્થિત સ્કૂલ સંચાલકો અને પ્રેક્ષકોએ પણ સામાન્ય બાળકના વર્ગમાં દિવ્યાંગ બાળકને મુકતાં શું થયું તે કિસ્સા જણાવ્યા હતા.

સ્કૂલે દિવ્યાંગને મૂંઝવાતા પ્રવેશ આપ્યો, હવે CA બનશે
બરોડા હાઇસ્કૂલના બોર્ડ ઓફ ટ્રસ્ટી પ્રોમિલા જલપુરીના જણાવ્યા અનુસાર બરોડા હાઇસ્કૂલમાં દર્શન હિરાણી નામનો વિદ્યાર્થી એડમિશન લેવા આવ્યો હતો. તે દિવ્યાંગ હતો. સ્કૂલ એડમિશન આપવાના મુદ્દે અસમંજસમાં હતી. છેવટે શાળાએ ક્લાસ ટેસ્ટને આધારે એડમિશન આપવાનું નક્કી કર્યું હતું. ટેસ્ટમાં સારા પર્ફોમન્સના કારણે એડમિશન આપ્યું. ત્યારબાદ દર્શન હિરાણીએ દરેક ટેસ્ટમાં સારા માર્કસ્ મેળવ્યા, તે સી.એની એક્ઝામ માટે પણ ક્વોલિફાય કર્યું છે.

કેસ

સ્ટડી-1

એક દિવ્યાંગ બાળક ક્લાસમાં આવ્યું, વર્ગ હકારાત્મક બન્યો
કાર્યક્રમમાં પ્રેક્ષકે તેમનો અનુભવ શેર કરતાં જણાવ્યુ હતું કે, નોર્મલ સ્કૂલમાં સ્પેશિયલ ચાઇલ્ડને મુકવામાં આવ્યું હતું. નોર્મલ બાળકના ક્લાસમાં આવતાની સાથે જ તમામ બાળકોના વર્તનમાં પરિવર્તન આવ્યું હતું. બાળકોમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું થયું હતું. ઉપરાંત દિવ્યાંગ બાળકના આત્મવિશ્વાસમાં પણ વધારો થયો હતો. નોંધનિય છે કે, આ પ્રકારના કિસ્સાને સમાજ સામે લાવવામાં આવ્યા જેથી તમામની માનસિકતા બદલાઇ શકેે.

કેસ

સ્ટડી-2

સ્પેશિયલ અને સામાન્ય બાળકોના સહશિક્ષણની ચર્ચાનું સત્ર યોજાયું
અન્ય સમાચારો પણ છે...