તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • LC મુદ્દે શાળા સામે પગલાની માગ સાથે રેલી

LC મુદ્દે શાળા સામે પગલાની માગ સાથે રેલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલ.સી આપવા મુદ્દે શાળાઓ પર કડક કાર્યવાહી કરવાના બાળ આયોગના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં ન આવતા વડોદરા પેરેન્ટ્સ ઓસોશીયેશન દ્વારા દાંડિયા બજારથી પોલિસ ભવન સુધી રેલી કાઢવામાં આવી હતી.પોલીસ અધિકારીને મ‌ળીને આદેશ મુજબ શહેરની અન્ય ત્રણ શાળાઓમાં જવાબદાર લોકો સામે પોલીસ ફરિયાદ કરવા માટેની કાર્યવાહી કરવા જણાવાયું હતું.

4 શાળાએ પોસ્ટ મારફતે બાળકોને એલ.સી આપી દીધી હતી. જેની રજૂઆત બાળ આયોગમાં કરતાં શાળાના જવાબદાર વ્યક્તિઓ સામે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવા જણાવાયું હતું. પરંતુ તંત્ર દ્વારા માત્ર શાનેન સ્કુલ સામે જ ફરિયાદ કરવામાં આવી છે અને અન્ય ત્રણ શાળાઓ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.જેને પગલે વી.પી.એના અગ્રણીઓ મંગળવારે બપોરે દાંડિયા બજારથી રેલી કાઢી પોલીસ કમિશ્નરને અાવેદન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...