તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અકોટામાં બાળકો સાથે ભીખ માંગવા નીકળેલી 10 મહિલાઓનું ટોળું દુકાનમાં ચોરી કરી પલાયન

અકોટામાં બાળકો સાથે ભીખ માંગવા નીકળેલી 10 મહિલાઓનું ટોળું દુકાનમાં ચોરી કરી પલાયન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકોટામાં એક મહિલાને વેપારીએ ભીખમાં પૈસા ન આપતા ‘શરદી થઇ ગઇ છે, માથુ દુ:ખે છે દવા આપો’ તેમ કહેતા 10 થી 15 મહિલા દુકાનમાં ઘૂસી ગઇ હતી અને રૂા. 13 હજારની ચોરી કરી ફરાર થઇ ગઇ હતી.

આજવા ચોકડી કાન્હાસિટીમાં રહેતા આદિત્ય દિલીપકુમાર જાની અકોટા કળશ સર્કલ પાસે મેડીલીંક ફાર્મામાં સોમવારે સવારે 10:45 વાગ્યે બાળક સાથે એક મહિલા ભીખ માગવા આવી હતી. બંને વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે 10 થી 15 મહિલાઓ દુકાનમાં ઘૂસી આવી હતી. જે પૈકી બે મહિલાએ ઓઢણીમાં બાળક પણ લપેટેલા હતાં. કેટલીક મહિલા તો ઓ ભાઇ આપને.. તેમ કહી વેપારીને હાથ અડાડવા લાગી હતી. વેપારીઅે એક વ્હીલચેર વચ્ચે લાવી મહિલાઓને બહાર કાઢવાનો પ્રયાસ કરતાં ચેરને ધક્કો મારી મહિલાઓએ ચઢી જવાની કોશિશ કરી હતી. ગભરાયેલો વેપારી કાઉન્ટર કૂદીને હોસ્પિટલમાંથી મહિલા કર્મચારીને બોલાવવા જતાં ભીખ માગવા આવેલી મહિલાઓ વેપારીની બેગમાંથી રૂા. 13 હજાર ચોરી કરી ફરાર થઇ ગઇ હતી. થોડીવાર બાદ વેપારીને જાણ થતાં શોધખોળ કરવા જતાં મહિલાઓ મળી નહતી. વેપારીઅે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી.

ગોત્રી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે દુકાનમાં ચોરી કરનાર મહિલાઓની શોધખોળ શરૂ કરી છે.

તાંદલજામાં બાળકો ઉઠાવવા આવેલી બે મહિલા ઝાડુ વેચવાવાળી નીકળી
તાંદલજા સનફાર્મા રોડ પરના ફાતીમા કોમ્પલેક્ષ પાસે બાળકોને ઉઠાવી જવાની શંકાએ 2 મહિલાને પકડીને ટોળાએ ધોલધાપટ કરી હતી.બાળકો ઉઠાવતી બે મહિલા પકડાઇ હોવાની મેસેજ ફરતા થતાં પોલીસ દોડી ગઇ હતી. આ બંને મહિલાઓની પૂછતાછ કરતાં સાંકરદાની મનિષા પૂના વાદી અને સંગીતા મોતી વાદી છે તેમજ ઝાડુ વેચતી હોવાની જાણ થતાં જેપી રોડના ઇનચાર્જ પીઆઇ ખેરે બંને મહિલાઓના સંબંધીઓની પણ પૂછતાછ કરીને બંનને જવા દીધી હતી.

દુકાનદારે પૈસા ન આપ્યા તો, દવા આપો કહી ધ્યાન ચૂકવ્યું
અન્ય સમાચારો પણ છે...