તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara બિલ્ડરને ધમકી આપનાર પૂર્વ કર્મી સહિત 2 ઝડપાયા

બિલ્ડરને ધમકી આપનાર પૂર્વ કર્મી સહિત 2 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના આર.વી.દેસાઇ રોડ પર રહેતા બિલ્ડરને ફોન પર હું દરબાર બોલું છું ,તમે જાસપુરમાં કેમ જમીન ખરીદી છે. ખેડૂતને અમે રૂપિયા આપ્યા છે તેમ જણાવી તેમના પુત્રને ઉઠાવી જવાની ધમકી આપનારા બે શખ્સને નવાપુરા પોલીસે ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે બિલ્ડરની ઓફિસમાં જ અગાઉ કામ કરતાં કર્મચારીએ મોટી રકમ અને જમીન પડાવાના ઇરાદે આ કાવતરું રચ્યું હતું.

આર.વી.દેસાઇ રોડ પર ગણેશનગરમાં રહેતા બિલ્ડર પંકજ ગોરધનદાસ શાહને મોબાઇલ પર ફોન કરી ધમકી આપ્યાની ફરિયાદના આધારે નવાપુરા પીઆઇ ડી.કે.રાવ અને પીએસઆઇ એ.આર.મહિડાએ તપાસ કરીને અમથુ નાનુભાઇ જોગરાણા(ભરવાડ) (રહે, સમા ખોડિયારનગર) તથા વાઘુ પાવલભાઇ વાઘેલા (રહે, ગઢડીયા, બોટાદ)ને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે અમથુ ભરવાડ સાત માસ પહેલા બિલ્ડરની ઓફિસે નોકરી કરતો હોવાથી બિલ્ડરની આર્થીક સદ્ધરતા અને તમામ અંગત માહિતી ધરાવતો હતો.

અન્ય સમાચારો પણ છે...