તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara 50 જેટલી શાળાઓ દ્વારા હજુ સુધી ફીની જાહેરાત કરાઇ નથી

50 જેટલી શાળાઓ દ્વારા હજુ સુધી ફીની જાહેરાત કરાઇ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા બુધવારે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તેમના દ્વારા ફી મામલે કરવામાં આવેલી લડતની સફ‌ળતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.તથા જાહેર કરવાની બાકી હોય તેવી શાળાઓની ફી જલ્દીથી જાહેર કરવાની માંગ, જાહેર કરેલી ફી ને લાગુ કરાવવા તથા અન્ય મુદ્દે અેફ.આર.સી સમક્ષ માંગ કરવામાં આવી હતી.

કિશોર પિલ્લાઇએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વધુ ફી ઉઘરાવતી શાળાઓ પર લગામ કસવા માટે એફ.આર.સી. કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું .જેના દ્વારા કમિટી સમક્ષ હાજર થયેલી શાળાઓની ફી નક્કી કરવામાં આવી છે.પરંતુ જાગૃતતાના અભાવે વાલીઓ છેતરાઇ રહ્યા છે.જેથી કમિટી દ્વારા આપવામાં આવેલી ફીનું માળખું શાળાના નોટિસ બોર્ડ પર લગાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.તેની સાથે કોર્ટમાં ગયેલી શાળાઓની ફી તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી.એફ.આર.સી કમિટીના ચુકાદા બાદ પણ શાળાઓ દ્વારા નિર્ણયને લાગુ કરવામાં ઉદાસીનતા બતાવવામાં આવી રહી છે અને વધારે ફી ઉઘરાવવામાં આવી રહી છે.તેવી શાળાઓ સામે કડકાઇપૂર્વક કામ કરવાની માંગ કરાઇ હતી.વધુમાં શા‌ળાઓમાં વિદ્યાર્થીઓના મારામારીના બનાવોને લઇને સંબંધિત પોલીસ અધિકારીઓ અને શાળાઓમાં સીસીટીવી લગાડવાથી લઇને અન્ય અગમચેતીનાં પગલાં લેવા વીપીએ દ્વારા સક્રિય ભૂમિકા ભજવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...