તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીદીઠ 10 રૂપિયા ખર્ચ સ્કૂલોને ચૂકવાશે

બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીદીઠ 10 રૂપિયા ખર્ચ સ્કૂલોને ચૂકવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 10 અને 12ની ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્ચ 2019માં યોજાનારી પરીક્ષાઓમાં આવેદનપત્ર ભરવાની શરૂઆત થવાની છે ત્યારે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ઇન્ટરનેટ ચાર્જના નામે કોઇ પણ ચાર્જ વસૂલી શકાશે નહિ. શિક્ષણ બોર્ડ દ્વારા જ સ્કૂલ સંચાલકોને વિદ્યાર્થી દીઠ રૂ.10 ચૂકવામાં આવશે.

શિક્ષણ બોર્ડને છેલ્લા કેટલાય વર્ષોથી વિદ્યાર્થી પાસે ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવા માટે સ્કૂલ સંચાલકો દ્વારા 50 રૂપીયા સુધીનો ચાર્જ વસૂલ કરવામાં આવતો હોવાની ફરીયાદો આવી હતી. શાળાઓ દ્વારા વિદ્યાર્થી પાસે ઇન્ચરનેટ,પ્રિન્ટ,સ્ટેશનરી જેવા ખર્ચાઓ પાડીને 50 રૂપીયા જેટલો ચાર્જ વસૂલી લેતા હતા. જેના પગલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને તમામ ગ્રાન્ટેડ અને સરકારી માધ્યમિક શાળાઓ સહિતની શાળાઓના ધોરણ 10 અને 12ની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવા માટે રૂ.10ની રકમ વિદ્યાર્થીદિઠ બોર્ડ શાળાઓને આપી દેશે. અગામી સમયમાં માર્ચ 2019માં યોજાનારી બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની શરૂઆત થવાની છે તે અગાઉ જ બોર્ડ દ્વારા જાહેરાત કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ પાસેથી શાળા દ્વારા ચાર્જ વસૂલી શકાશે નહિ. છેલ્લા 5 વર્ષ ઉપરાંતના સમયથી બોર્ડની પરીક્ષાના ફોર્મ ઓનલાઇન ભરવામાં આવે છ એમ જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...