તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એટીએમ શરૂ

યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એટીએમ શરૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે એટીએમની સુવિધા હોય તે માટે કેટલાય સમયથી માંગણી કરવામાં આવતી હતી. આખરે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે બેન્ક ઓફ બરોડાનું એટીએમ શરૂ કરવામાં આવ્યું છે. યુનિ.હેડ ઓફિસ ખાતે 100થી વધારે કર્મચારીઓ કામ કરે છે. જ્યારે રોજના 500થી વધારે વિદ્યાર્થીઓ કામ અર્થે આવે છે. આ સિવાય યુનિ.બોયઝ હોસ્ટેલ પણ હેડ ઓફિસની નજીક આવેલી છે. જેથી એટીએમ સેન્ટર શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને એટીએમ શોધવા જવું નહિ પડે. અાગામી સમયમાં યુનિવર્સિટી મુખ્ય કેમ્પસ ખાતે પણ એટીએમ શરૂ કરવામાં આવશે જેમાં હંસા મહેતા લાઇબ્રેરી ખાતે એટીએમ શરૂ કરવાનું આયોજન છે. જે અંગે બેન્ક સાથે વાટાઘાટો ચાલી રહી છે. હંસા મહેતા લાઇબ્રેરી ખાતે એટીએમ શરૂ થવાના કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...