તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara પતિનું શ્રાદ્ધ કરવા ગયેલી મહિલા પર હુમલો

પતિનું શ્રાદ્ધ કરવા ગયેલી મહિલા પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયા રોડ ઉકાજીના વાડિયામાં રહેતાં 58 વર્ષીય રમીલાબહેન રણછોડભાઇ ભોઇના પુત્ર રમેશ ઉર્ફે ટીનાએ ગણેશ મહોત્સવ પૂર્વે ગણપતિના ફાળાના મુદ્દે ઝઘડો થતાં તેની અદાવતે ભૈરવનગરના સંજુ કહાર પર હુમલો કરી હત્યા કરી હતી. હત્યા બાદ રમેશ હાલ જેલમાં હોઇ માતા રમીલાબહેન તેમની દીકરીના ઘરે રહેવા જતાં રહ્યાં હતાં. શુક્રવારે પતિનું શ્રાદ્ધ હોવાથી તેઓ ઉકાજીના વાડિયા સ્થિત ઘરે ગયાં હતાં. જમવાનું બનાવી દાઢ દુખતી હોવાથી તેઓ દુકાને તમાકુ લેવા જતાં સવારે ભૈરવનગરમાંથી કાળુ કહાર, અજય કહાર, ઓટુ કહાર અને સરસવબહેન કહાર પાઇપ,લાકડીઓ લઇ ધસી આવ્યાં હતાં. આ મારા ભાઇના હત્યારાની મા છે, તેને મારો તેમ કહી જોરજોરથી બૂમો પાડી તેમની પાસે ધસી આવ્યાં હતાં. ચારેય પૈકી અજય કહારે પાઇપ અને કાળુ કહારે લાકડીના ફટકા માર્યા હતા. તેઓ નીચે પડી જતાં ઓટુ કહારે પણ પાઇપથી માર માર્યો હતો. સરસવબહેને વાળ પકડીને મારતાં આસપાસનાં લોકો ભેગા થઇ ગયાં હતાં. હુમલો કરી ચારેય જણ ધમકી આપી ભાગી જતાં તેમને સારવાર માટે જમનાબાઇ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...