• Gujarati News
  • National
  • આડેધડ પાર્ક કરેલી કાર હાઇડ્રોલિક ટોઇંગ વેનથી ડિટેઈન થશે

આડેધડ પાર્ક કરેલી કાર હાઇડ્રોલિક ટોઇંગ વેનથી ડિટેઈન થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ટ્રાફિકના નિયમોનો અમલ કરવા માટે શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરમાં આડેધડ પાર્ક કરેલી કારને લોક કરવાની સાથે સાથે હવે હાઇડ્રોલિક ટોઇંગ વેનથી ડિટેઇન પણ કરવામાં આવશે. હાઇટેક સુવિધાઓથી સજ્જ ટોઇંગ વેનમાં લાગેલા સીસીટીવી કેમેરા દ્વારા રેકોર્ડિંગ કરવામાં આવશે.

શહેરમાં આડેધડ અને નો-પાર્કિંગમાં પાર્ક કરેલી કારને હવે લોક કરવાની સાથે ટોઇંગ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેના માટે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રાજકોટની બી.પી જ્યોતિ એન્જિનિયરિંગ પ્રા. લિ. દ્વારા તૈયાર કરાયેલી હાઇટેક હાઇડ્રોલિક ટોઇંગ વેનનો ઉપયોગ કરવામાં આવશે. હાઇડ્રોલિક ટોઇંગ વેનમાં ડોલી વ્હીલ મારફતે કારને ટોઇંગ કરવામાં આવશે. જેથી કારને કોઇ નુકસાન ન પહોંચે. તેમજ હાઇડ્રોલિક વેનમાં સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. જેથી વાહન કયાંથી ઉપાડાયું તે અંગેની માહિતીનું રેકોર્ડીંગ કરવામા આવશે એમ જાણવા મળે છે.

શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક થતી કારને ટોઇંગ કરવા માટે ખાસ પ્રકારનું હાઇડ્રોલિક વાહનને લાવવામાં આવ્યું છે.

હાઇડ્રાેલિક ટોઇંગ વેનની ખાસિયત
હાઇડ્રોલિક ટોઇંગ વેન તૈયાર કરવામાંં બે માસનો સમય અને રૂ. 15 લાખનો ખર્ચ થાય છે. કાર ગિયરમાં હશે અથવા તો હેન્ડ બ્રેક ખેંચેલી હશે તો ડોલી વ્હીલ લગાડી કારને ડિટેઇન કરાશે. વાનના સીસીટીવીનું 1 ટીબી સુધીના રેકોર્ડિંગની ક્ષમતા છે. જેમાં 15 દિવસ સુધીનું રેકોર્ડિંગ સ્ટોર કરી શકાશે. રાજકોટ, અમદાવાદ અને મુંબઇ પછી વડોદરામાં હાઇડ્રોલિક વાનનો ઉપયોગ થશે.

અન્ય સમાચારો પણ છે...