તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • RTEમાં બીજા રાઉન્ડમાં 300ને પ્રવેશ અપાયો

RTEમાં બીજા રાઉન્ડમાં 300ને પ્રવેશ અપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ચાલુ વર્ષે આર.ટી.ઈ અંતર્ગત એડમિશન માટેના બંને તબક્કાની મંગળવારે પૂર્ણાહુતિ થઇ છે. આ વર્ષે વડોદરા શહેરમાં આવેલી કોર્પોરેશનની તેમજ ખાનગી સ્કૂલોમાં આર.ટી.ઈ અંતર્ગત 8293 વિદ્યાર્થીઓની ફાળવણી કરવામાં આવી હતી. જેમાંથી 6372 વિદ્યાર્થીઓ એડમિશન મેળવવાને લાયક ઠર્યા હતા. જ્યારે બાકીના 2000 જેટલા વિદ્યાર્થીઓની અરજી અલગ અલગ કારણોસર રદ્દ કરાઇ હતી. બીજા તબક્કામાં બાકી રહેલા 300 વિદ્યાર્થીઓને પણ એડમિશન આપી દેવાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...