• Gujarati News
  • National
  • ઠગાઇ કેસમાં વેલકમ રિઅલ એસ્ટેટના મેનેજરની ધરપકડ

ઠગાઇ કેસમાં વેલકમ રિઅલ એસ્ટેટના મેનેજરની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એફડી અને રિકરિંગમાં ઊંચા વ્યાજની લાલચ આપી 29 ગ્રાહકો સાથે 6 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવાના બનાવમાં સાત માસથી ફરાર રહેલા કંપનીના બ્રાન્ચ મેનેજર કમલેશ પ્રભાકર જોગલેકર (રહે,શિયાબાગ) ને શહેર પોલીસની પીસીબી શાખાએ ઝડપી પાડ્યો હતો.

સયાજીગંજના જયઅંબેનગરમાં રહેતા વેલકમ રિઅલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લિના એજન્ટ અવધબિહારી જગદેવ ગુપ્તાએ ફરિયાદ નોંધાવી હતી કે 2008માં કંપનીના 9 ડાઇરેકટરોએ વેલકમ રિઅલ એસ્ટેટ એન્ડ બિલ્ડકોન પ્રા.લિ અને વેલ એગ્રો પ્રોડ્યુસર નામની કંપનીની અલંકાર ટાવરમાં ઓફિસ ખોલી હતી અને એજન્ટો બનાવી લાલચ આપી હતી કે તમે ગ્રાહકો પાસેથી કંપનીની માસિક રિકરિંગ યોજના તથા ફિકસ ડિપોઝિટમાં રૂપિયા જમા કરાવશો તો તમને ઊંચું વ્યાજ મળશે અને પાંચ વર્ષમાં રૂપિયા ડબલ થઇ જશે. આ ઉપરાંત કોલ્હાપુર અને રત્નાગિરિમાં પ્લોટ મળશે અને સારું કમિશન પણ આપીશું. તેમ કહી ઓફિસ બંધ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...