તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં નવરાત્રી વેકેશનમાં છાત્રાઓને રહેવા મંજૂરી

યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં નવરાત્રી વેકેશનમાં છાત્રાઓને રહેવા મંજૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં નવરાત્રી વેકેશનમાં પણ હોસ્ટેલમાં રહી શકે તેવી પરવાનગી અપાઈ છે. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓને 11.30 વાગ્યા સુધી ગરબે ઘુમવાની પરવાનગી અપાઇ છે. ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યા સુધીની સમય મર્યાદા હોય છે પણ હોસ્ટેલ સત્તાધીશોએ વિદ્યાર્થિનીઓ ગરબા રમી શકે તે માટે 11.30 વાગ્યા સુધીની પરવાનગી આપી છે.

યુનિ. આવેલી હોસ્ટેલોમાં કોઇ પણ પ્રકારના વેકેશનના સમયમાં વિદ્યાર્થીઓ રહી ના શકે તે પ્રકારનો નિયમ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકાર દ્વારા નવરાત્રીનું વેકેશન અપાયું છે જેના પગલે વેકેશનમાં રહી ના શકાય તેવો નિયમ લાગુ પડે છે. જોકે નવરાત્રી ઉત્સવની વિદ્યાર્થીઓ મજા માણી શકે તે માટે હોસ્ટેલ સત્તાધીશો દ્વારા વિદ્યાર્થિનીઓને નવરાત્રી વેકેશનના સમય ગાળામાં રહેવાની પરવાનગી આપી છે. વીપી સલોની મિશ્રા તથા પૂર્વ યુજીએસ પ્રિયંકા પટેલે વોર્ડનને રજૂઆત કરી હતી. નવરાત્રી વેકેશનમાં વિદ્યાર્થિનીઓને હોસ્ટેલમાં રહેવા દેવામાં આવે તથા સમય મર્યાદા પણ વધારવામાં આવે તેવી માંગણી કરાઈ હતી જેના પગલે હોસ્ટેલ સત્તાધીશોએ નિર્ણય લીધો હતો. યુનિ. ચાર ગર્લ્સ હોસ્ટેલમાં 1500થી વધુ વિદ્યાર્થિનીઓ રહે છે. ગર્લ્સ હોસ્ટેલમાં રાત્રે 9 વાગ્યાની સમયમર્યાદા છે. જોકે નવરાત્રીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થિનીઓને સુધીની પરવાનગી અપાઈ છે જેથી વિદ્યાર્થિનીઓ નવરાત્રીના તહેવારોની મજા માણી શકે. ગર્લ્સ હોસ્ટેલની સાથે બોયઝ હોસ્ટેલના છાત્રોને પણ વેકેશનમાં રહેવાની મંજૂરી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...